CCTV કેમેરામાં નોકરાણીની પોલ ખૂલી, સુરતનો ચોંકવાનારો બનાવ - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • CCTV કેમેરામાં નોકરાણીની પોલ ખૂલી, સુરતનો ચોંકવાનારો બનાવ

CCTV કેમેરામાં નોકરાણીની પોલ ખૂલી, સુરતનો ચોંકવાનારો બનાવ

 | 11:49 pm IST

સુરતના ઉમરા ગામના એક બંગ્લોમાં નોકરાણી રૂપિયા ૫૦ હજારની ચોરી કરતા રંગેહાથ સીસીટીવી કેમેરામાં ઝડપાઇ ગઇ હતી. પાંચ દિવસ પહેલાં જ નોકરીએ જોડાયેલી ચોર નોકરાણીની પોલીસે ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે ઉમરા ગામમાં ઉમરીગર સ્કૂલની બાજુમાં શિવાંગી બંગ્લોમાં રહેતા દિપેશ શશીકાંત દશાડિયા (ઊંમર વર્ષ 47) સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલેશનના કામ સાથે સંકળાયેલા છે. ગત તા. 21 ઓક્ટોબરના રોજ સવારે તેઓ ઘરના બેઠક રૂમમાં રૂપિયા 5૦ હજારનું બંડલ એક બેગમાં મૂકી ભૂલી ગયા હતા અને અમદાવાદ જવા રવાના થઇ ગયા હતા. દરમિયાન રસ્તામાં આ અંગે ખ્યાલ આવતા તેમણે પત્નીને આ અંગે જાણ કરી હતી. તેમના પત્નીએ બેગમાં જોયું તો 5૦ હજાર ગાયબ હતા.

દરમિયાન દિપેશભાઇએ બંગ્લોમાં લગાડેલા સીસીટીવી કેમેરામાં ચકાસણી કરતા કામવાળી સીમા દીપકભાઇ પટેલ (રહે. હરિનગર-૨ની પાછળ, દાઉદનગર, ઉધના) બેગમાંથી 5૦ હજાર કાઢતી જણાઇ હતી. જે અંગે દિપેશ દશાડિયાએ કામવાળી સીમા પટેલ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે સીમા પટેલની ધરપકડ કરી મુદ્દામાલ રિકવર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, સીમા પટેલ બંગલોમાં પાંચેક દિવસ પહેલાં જ નોકરીએ જોડાઇ હતી અને ચોરીની કરતૂત કરી હતી.