મેલ અટ્રેક્સન માટે કન્ફ્યૂઝડ છું - Sandesh
NIFTY 11,429.50 -41.20  |  SENSEX 37,869.23 +-155.14  |  USD 68.8250 +0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nari
  • મેલ અટ્રેક્સન માટે કન્ફ્યૂઝડ છું

મેલ અટ્રેક્સન માટે કન્ફ્યૂઝડ છું

 | 1:12 am IST

પ્રશ્ન : હું ૨૬ વર્ષનો યુવક છું. મેં લવ મેરેજ કર્યા છે. મેરેજ પહેલાં મારા પાર્ટનર અને મારી સેક્સ લાઈફ સારી હતી, ક્યારેક તો અમે દિવસમાં ચારથી પાંચ વખત સેક્સ એન્જોય કરતા હતા. હવે મેં સેક્સમાં ઈન્ટરેસ્ટ ગુમાવ્યો છે. જોકે, મારી પાર્ટનરને હજી એનું ખૂબ એડિકસન છે. તમારી શું સલાહ છે?

જવાબ : ડેટિંગ દરમિયાન એક્સપિરિયન્સનું તમે અનુભવી રહ્યા છો એવું જ પરિણામ આવે છે. તમારે બંનેએ તમારી સેક્સ લાઈફને લાઈવ રાખવી જોઈએ. ભલે ઓછી વખત જ સેક્સ કરો, પણ એ હેપ્પી અને ઈન્ટરેસ્ટિંગ હોવું જોઈએ.

પ્રશ્ન : હું મારી સેકસ્યુઆલિટી બાબતે ખૂબ જ કન્ફયુઝડ છું. છેક હમણાં સુધી મેં આ બાબત પર ખાસ ધ્યાન જ નહોતું આપ્યું. જોકે, થોડા મહિના પહેલાં હું મારા એક મેલ ફ્રેન્ડ સાથે ઈમોશનલી કનેક્ટ થવા લાગ્યો હતો. મારી ઉંમર ૨૧ વર્ષ છે અને હવે હું કન્ફયુઝડ છું. કેમ કે, મને પુરુષોનું આકર્ષણ થઈ રહ્યું છે, પરંતુ હું માસ્ટરબેટ કરું છું ત્યારે હું મહિલાઓ સાથે સેક્સ કરતો હોવાની કલ્પના કરું છું. સ્વાભાવિક રીતે મને દેખાવ સામાન્ય પુરુષોનું આકર્ષણ થતું નથી. ફક્ત ગુડ લુકિંગ મેનનું જ આકર્ષણ થાય છે. આ સ્થિતિ હું સમજી શક્તો નથી. હું ખૂબ જ ડિપ્રેસ થઈ રહ્યો છું. તમારા ગાઈડન્સની રાહ જોઈ રહ્યો છું.

જવાબ : તમે બાયસેકસ્યુઅલ હોય શકો છો. તમારે નિર્ણય કરવો પડશે કે, તમારે કયા માર્ગે જવું છું. ક્યારેક પુરુષો વિશે વિચારવામાં કશું ખોટું નથી, પરંતુ હું તમને તમારું સેકસ્યુઅલ એક્સાઈટમેન્ટ મહિલાઓ માટે જ રાખવાની સલાહ આપું છું. તમારા ભવિષ્યનો વિચાર કરો અને કાળજીપૂર્વક નિર્ણય લો.

પ્રશ્ન : મારી વજાઈના ખૂબ નાની છે જ્યારે મારા હસબન્ડનું પેનિસ ઘણું મોટું છે. તેમને મારી સાથે પેનિટ્રેટિવ સેક્સ કરવામાં ખૂબ મુશ્કેલી થાય છે. આ પ્રોબ્લેમના સોલ્યૂશન માટે અમારે શું કરવું જોઈએ ? શું તમે કોઈ પગલાં સૂચવી શકશો?

જવાબ : વજાઈના એક્સપાન્ડ થઈને બાળકને જન્મ આપે એટલી ફ્લેકિસબલ હોય છે. તમારે કદાચ ગાઈનેકોલોજિસ્ટ પાસે જવાની જરૂર છે કે જે તમારું ચેક-અપ કરીને પ્રોબ્લેમ શું છે તે વિગતે તમને સમજાવશે.

પ્રશ્ન : હું ૧૯ વર્ષનો સ્ટુડન્ટ છું. હું જોઈન્ટ ફેમિલીમાં રહું છું. મને મારી સેક્સ લાઈફ એક્સપ્લોર કરવા ખાસ સ્પેસ મળતી નથી. મેરેજ પહેલાં સેક્સના અનુભવ માટે કોઈ સેક્સ વર્કરની પાસે જવું સેફ રહેશે?

જવાબ : અત્યારે નોલેજ મેેળવવું સહેલું છે. એટલે એના માટે પાર્ટનરની જરૂર નથી. અજાણ્યા પાર્ટનરની સાથે સેકસ કરવાથી ઈન્ફેકશન થવાનું જોખમ રહે છે. તમારે સેક્સલાઇફ વિશે માહિતી ઇન્ટરનેટ અથવા બુક્સ દ્વારા પણ મેળવી શકો છો.

પ્રશ્ન : હું ૨૭ વર્ષની મહિલા છું અને બે વર્ષ પહેલાં મારી જ ઉંમરનાં એક પુરુષ સાથે મેં મેરેજ કર્યા હતા. તેઓ ફુલ્લી ઈરેક્ટ હોય ત્યારે એવી સ્થિતિમાં તેમનું પેનિસ ચાર કે સાડાચાર ઈંચથી વધારે લાંબું હોતું નથી. આમ છતાં જ્યારે પણ અમે સેક્સ કરીએ છીએ ત્યારે મને મારા સ્ટમકમાં દુઃખાવો થાય છે. એનું કારણ શું હોય શકે?

જવાબ : તમારા દુઃખાવાનું કારણ જાણવા માટે તમારે કોઇ ગાઈનેકોલોજિસ્ટને મળવું જોઈએ. ઈન્ટરકોર્સની જુદી-જુદી પોઝિશન્સ વિશે જાણકારી મેળવવા માટે ઈન્ટરનેટ પર સર્ફ કરો. તમને સેટિસ્ફાય કરવા માટે પેનિસની સાઈઝ પૂરતી છે.

પ્રશ્ન : મારી ઉંમર ૨૯ વર્ષ છે. મારા આવતા મહિને મેરેજ થવાના છે. મને નોર્મલ ઈરેકશન્સ રહે છે. એક વખત મારી મંગેતર અને મેં થોડું ફોરપ્લે માણ્યું હતું. એ વખતે મને કોઈ ઈરેકશન નહોતું મળ્યું. શું એનાથી મારી સેક્સ લાઈફ પર કોઈ અસર થશે?

જવાબ : તમે ઈરેકશન ન મેળવ્યું હોવાના અનેક કારણો હોય શકે છે. જો તમને સવારે કે માસ્ટરબેશન દરમિયાન ઈરેકશન્સ મળતું હોય તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તેથી અત્યારે ચિંતા ન કરશો.