મૈં પેન ઔર પેપર લે કર ઓટોગ્રાફ દેને કી પ્રેક્ટિસ કરને લગા! - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • મૈં પેન ઔર પેપર લે કર ઓટોગ્રાફ દેને કી પ્રેક્ટિસ કરને લગા!

મૈં પેન ઔર પેપર લે કર ઓટોગ્રાફ દેને કી પ્રેક્ટિસ કરને લગા!

 | 1:10 am IST

મૂડ મૂડ કે દેખ : પ્રફુલ્લ કાનાબાર

બોબીના પહેલા દિવસના શૂટિંગની વાત કરતાં રિશી કહે છે, રાજસાબને તો કહ દિયા, જૈસા તુમ્હેં ઠીક લગે વૈસા હી કરો! તાકિ ઓડિયન્સ કો તુમ્હારી ઓરિજિનલ સ્ટાઈલ કા પતા ચલે”. ઉન્હોંને તો કહ દિયા, પર મૈં કયા કરૂં? કૈસે કરૂં! કુછ સમઝ મેં નહીં આતા થા. ખૈર જૈસે તૈસે મૈંને ગાને કે બોલ કે સાથ કુછ ઈધર-ઉધર ચલકર હાથ ઊઠાકર સી ઓકે કરવા દિયા. આજ દેખતા હું તો લગતા હૈ કિ યહી ઉન કા કમાલ થા. રાજ સાબ સિફ્ર્ મેરે પિતા હી નહિ મેરે ગુરુ ભી થે. આજ મૈં જો કુછ ભી હું સિફ્ર્ રાજ સાબ કી બદૌલત હું.”

રિશી કપૂર રાજકપૂરથી ખૂબ ડરતો હતો અને તેમને રાજસાબ કહીને જ બોલાવતો હતો. અભિનયના ખરેખર પહેલા સીનની વાત યાદ કરતાં રિશી કહે છે, “બાત ઉન દિનોકી હૈ જબ મૈ બારાહ તેરાહ સાલ કા થા. ડાયનિંગ ટેબલ પે રાજ સાબને મમ્મી કો બતાયા કી “મેરા નામ જોકર” મેં મેરે બચપનકા રોલ ચિન્ટુ કે પાસ કરવા રહા હૂં ઉસી વક્ત મેરે મન મેં હીરો બનને કે લડ્ડુ ફૂટને લગે. ઝરા સોચીયે મૈંને યહ જાનકર સબસે પહલા કામ ક્યા કિયા હોગા? મૈં બેડરૂમમેં જા કર કાગઝ ઔર પેન લે કર બૈઠ ગયા ઔર અપને ઓટોગ્રાફ કી પ્રેક્ટિસ કરને લગા. હા હા હા હા………..!”

રિશી કપૂરનો જન્મ તા. ૪/૯/૧૯૫૨ના રોજ મુંબઈમાં થયો હતો. શાળાનું શિક્ષણ તેણે કૈમ્પિયન સ્કૂલમાંથી લીધું હતું. રિશી કપૂર એવા ફ્લ્મિી પરિવારમાંથી આવે છે જે પરિવારનું ફ્લ્મિ ઉદ્યોગમાં ૮૮ વર્ષોનું યોગદાન છે. રિશીકપૂરને “મેરા નામ જોકર” માટે બેસ્ટ ચાઈલ્ડ આર્િટસ્ટનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. જોકે તે પહેલાં રિશી કપૂર માત્ર બે વર્ષની ઉંમરે તેના ભાઈ અને બહેન સાથે “શ્રી ૪૨૦”ના રાજ નરગીસના એક રોમેન્ટિક પ્રણય ગીતમાં દેખાયો હતો. “બોબી” માં એકવીસ વર્ષના રિશી કપૂરે સોળ વર્ષની ડિમ્પલ કાપડિયા સાથે અભિનય કર્યો હતો. “બોબી” માટે તેને ફ્લ્મિફેરનો બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો. “બોબી” રિલીઝ થઇ ત્યારે ડિમ્પલ કાપડિયાએ લગ્ન કરી લીધા હતા. નવી ફ્લ્મિો તે સ્વીકારતી જ નહોતી. તે જમાનો રેખા, ઝીન્નત અમાન, પરવીન બાબી, મુમતાઝ જેવી હિરોઈનોનો હતો. રિશી કપૂરની ઉંમર અને કદ બંને નાના હોવાથી પ્રોડયૂસર્સ અને ડાયરેકટર્સ માટે રિશી સાથે કોને હિરોઈન તરીકે લેવી તે મોટી સમસ્યા હતી. આખરે પસંદગીનો કળશ બાળકલાકારમાંથી હિરોઈન બનેલી નીતુસિંહ પણ ઢોળાયો. “બોબી” બાદ રિશી કપૂરની ફ્લ્મિ “ઝહરીલા ઇન્સાન” રિલીઝ થઈ હતી. ફ્લ્મિ ફ્લોપ હતી પણ રિશી અને નીતુની જોડી પડદા પર સ્વાભાવિક દેખાતી હતી. રિશી નીતુએ અગિયાર ફ્લ્મિોમાં સાથે અભિનય કર્યો હતો. પુરા પાંચ વર્ષના રોમાન્સ બાદ ૧૯૮૦માં રિશી કપૂર અને નીતુસિંહે લગ્ન કર્યા હતા. ત્રીસ વર્ષ બાદ ૨૦૧૦માં રિશી નીતુ બંને ફ્રીથી “દો દુની ચાર”માં દેખાયા હતા.

લગભગ ૧૩૩ ફ્લ્મિોમાં અભિનય કરનાર રિશી કપૂરે એકાવન ફ્લ્મિોમાં તો સોલો હીરો તરીકે કામ કર્યું છે. રિશી કહે છે, મેં ત્રેવીસ હિરોઈનો સાથે કામ કર્યું છે. કપૂર પરિવારમાં રિશી કપૂર એક માત્ર એવો હીરો છે જેણે ત્રણેય કપૂરોની ફ્લ્મિોમાં અભિનય કર્યો છે. રાજ કપૂરની “મેરા નામ જોકર”, “બોબી” અને “પ્રેમ રોગ”. રણધીર કપૂરની “હીના” અને રાજીવ કપૂરની “પ્રેમ ગ્રંથ”

રિશી કપૂર કહે છે કે તે પિતા અને કાકાઓની જેમ કોલેજનું પગથીયું ચડયો નથી, પરંતુ કલાની દુનિયામાં તે ફુલ્લી પાસ થયો છે. રિશી કપૂર એક ઇન્ટરવ્યૂમાં કહે છે “ પહલે પચીસ સાલ તક મુઝે અભિનય કરને કા મૌકા બહુત કમ મિલા થા. લગાતાર હાથ મેં ગિટાર લેકે હિરોઈન કે સાથ ગાના ગાતે ગાતે મેરી લવર બોય કી ઈમેજ હો ગઈ થી. યેહ બાત અલગ હૈ કી ગિટાર હો ય ડફ્લી મુઝે કુછ ભી બજાના નહિ આતા.”

એકધારી રોમેન્ટિક ફ્લ્મિો કરનાર રિશી કપૂરે ૧૯૯૯માં “આ અબ લૌટ ચલે”નું નિર્માણ કર્યું હતું. ફિલ્મને ધારી સફ્ળતા ન મળતાં રિશી કપૂરે ફ્લ્મિ નિર્માણ છોડી દીધું. ઉંમર વધતાં રિશી કપૂરે કેરેક્ટર રોલ કરવા માંડયા હતા. જેમાં ફ્ના, હમતુમ, નમસ્તે લંડન, લવ આજકલ, સ્ટુડન્ટસ ઓફ ધ યર, કપૂર એન્ડ સન્સ તથા ૧૦૨ નોટ આઉટ જેવી ફ્લ્મિોનો સમાવેશ થાય છે.

“અગ્નિપથ”માં સગીર વયની બાળાઓને સેક્સવર્કરના વ્યવસાયમાં ધકેલી દેતા ઘટીયા દલાલના રોલમાં રિશી કપૂરે તેની અભિનય-શક્તિનો સચોટ પરિચય આપી દીધો. “અગ્નિપથ”ના વિલનના તે રોલને એટલી હદે જીવંત બનાવી દીધો હતો કે તેના સાથી કલાકારો સંજય દત્ત અને રિતિક રોશન પણ દંગ રહી ગયા હતા. તાજેતરમાં રિલીઝ થયેલી “મુલ્ક” માં રિશી કપૂરે તેની ભૂમિકા અને અભિનયના માધ્યમથી સ્પષ્ટ મેસેજ આપ્યો છે કે એક વ્યક્તિને કારણે આખો સમૂહ અપરાધી ના હોઈ શકે.

૨૦૦૮માં રિશી કપૂરને લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ એનાયત થયો હતો. ૨૦૧૧માં ઝી સીને તરફ્થી રિશી કપૂર અને નીતુસિંહને લાઈફ ટાઈમ જોડીનો એવોર્ડ પણ એનાયત થયો હતો. એમની દીકરી રિધ્ધીમા ફેશન ડિઝાઈનર છે અને બિઝનેસમેન ભારત સહાનીને પરણી છે.

[email protected]