તમારા પાર્ટનરને આ રીતે કરાવો પ્રેમનો અહેસાસ - Sandesh
  • Home
  • Sex & Relationship
  • તમારા પાર્ટનરને આ રીતે કરાવો પ્રેમનો અહેસાસ

તમારા પાર્ટનરને આ રીતે કરાવો પ્રેમનો અહેસાસ

 | 5:37 pm IST

જે વ્યક્તિને તમે પ્રેમ કરતા હોય તેની સાથે પોતાની લાઈફ શેર કરવાની મજા આવે છે. પરંતુ ગાઢ પ્રેમ અને વિશ્વાસ હોવા છતા પણ કેટલાંક યુગલોની વચ્ચે કોઈને કોઈ બાબતે ઝગડો થઈ જતો હોય છે. જેનાથી ધીરે ધીરે સંબંધમાં તકરાર થઈ જાય છે. એટલા માટે સંબંધને સાચવવા માટે કેટલીક એવી ટિપ્સ વિશે અમે તમને જણાવીશું.

આ રીતે તામારા પાર્ટનરને કરાવો પ્રેમનો અહેસાસ :

1. તમારો સંબંઘ જુનો હોય કે નવો તમારા પાર્ટનરને હંમેશા સ્પેસ આપો. જે સંબંધમાં પાર્ટનર પર વધારે પ્રતિબંધ મુકવામાં આવે છે તે સંબંધ બહુ ચાલતા નથી. એક સારા સંબંધ માટે પોતાના પાર્ટનર સાથે સમય પસાર કરવો સૌથી જરૂરી છે એટલું જ જરૂરી છે પોતાના પાર્ટનરને સ્પેસ આપવી.

2. પાર્ટનરની સાથે આખા દિવસનો અનુભવ શેર કરો. તમને કઈ વાત એમની સૌથી વધારે પસંદ છે તે વિશે કહો. પોતાના પાર્ટનરની પસંદ જાણવાની કોશિશ કરવી. તેનાથી તમારા સંબંધમાં વિશ્વાસ વધશે અને લાગણીઓ તમને એકબીજાની નજીક લાવશે.

3. તમારી કરિયર વિશે તમારા પાર્ટનરને જરૂરથી કહેવું જોઈએ. કેમ કે, જીવનમાં દરેક વ્યક્તિના પોતાના સપના હોય છે, લક્ષ્ય હોય છે. તમારી નવી જોબ માટે શહેરની બહાર જવાનું થઈ શકે છે. એટલા માટે પોતાના પ્લાન વિશે તમારા પાર્ટનર વિશે તે અંગે વાત કરવી. જેથી આગળ જતા તમારા બંનેના સંબંધમાં કોઈ અડચન ના આવે.

4. પોતાના સંબંધની એક મર્યાદા નકકી કરી લેવી. પોતાના પાર્ટનર વિશે આ અંગે ચર્ચા કરવી જેથી તમારા બંનેની પસંદ વિશે પણ ખબર પડે. તમારા પાર્ટનરની કઈ વાતથી તમે સૌથી વધારે દુઃખી થાવ છો તે વાત તમારા પાર્ટનરને જરૂરથી કરવી તેનાથી તમારા સંબંધમાં ક્યારે ઝગડા નહી થાય.