સુંજવાલ સેના મથક પરના આંતકી હુમલાનો માસ્ટમાઈન્ડ ઠાર મરાયો - Sandesh
  • Home
  • India
  • સુંજવાલ સેના મથક પરના આંતકી હુમલાનો માસ્ટમાઈન્ડ ઠાર મરાયો

સુંજવાલ સેના મથક પરના આંતકી હુમલાનો માસ્ટમાઈન્ડ ઠાર મરાયો

 | 8:12 pm IST

જમ્મુના સુંજવાલ આર્મી કેમ્પ પરના હુમલાના એક જ મહિનામાં સેનાએ આ હુમલાના માસ્ટરમાઈન્ડને ગોળીએ દીધો છે. સુરક્ષા દળો માટે આ મોટી સફળતા ગણાય છે.

પુલવામાના અવંતિપોરામાં થયેલી અથડામણમાં સેનાની 50 રાષ્ટ્રીય રાયફલ્સ અને એસઓજીની સંયુક્ત કાર્યવાહીમાં સુંજવાન હુમલાનો મુખ્ય ભેજાબાજ મુફતી વકાસ ઠાર મરાયો હતો. સંયુક્ત કાર્યવાહીમાં એક પોલીસ કર્મચારીને ઈજા થઈ હતી. તેને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

સેનાની મિલીટરી ઈન્ટેલિજન્સને સોમવારે સાંજે પુલવામાના અવંતિપોરાના હટવારમાં મુફતી વકાસ ઉપસ્થિત હોવાને માહિતી મળી હતી. મુફતી વકાસ એ++ ગ્રેડનો આંતકી હતો. આ માહિતી મળ્યા પછી 50 રાષ્ટ્રીય રાયફલ્સ, એસઓજી અને સીઆરપીએફએ સંયુક્ત રીતે સમગ્ર વિસ્તારને ઘેરો કર્યો હતો. આ સાથે આતંકીઅ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો હતો. સેનાએ વળતો ગોળીબાર કરતાં મુફતી વકાસ ઠાર મરાયો હતો.

કાશ્મીર રેન્જના આઈજી એસપી પાણીએ જણાવ્યું હતું કે ઠાર મરાયેલો આતંકી મુફતી વકાસ પુલવામાના લેથીપોરા અને જમ્મુના સુંજવાનમાં સુરક્ષા દળોના કેમ્પમાં થયેલા હુમલાનો માસ્ટર માઈન્ડ હતો. તે પાકિસ્તાની હતો અને તેની પાસેથી આઈઈડી બનાવવાની સામગ્રી, ઘાતક શસ્ત્રો અને અન્ય ચીજો મળી આવી છે.

તે જૈશે મોહમ્મદનો આતંકી હતી. જૈશના પૂર્વ કમાન્ડર નુર મોહમ્મદ ઠાર મરાયા પછી તેને ઓપરેશનલ કમાન્ડર બનાવવામાં આવ્યો હતો. તેણે સુંજવાન હુમલાનું કાવતરું ઘડ્યું હતું. આ હુમલામાં સેનાના છ જવાન શહીદ થયા હતાં.