જમાઈ બન્યો જમ : રાહુલ પર ગુજરાતના CMએ ફેંક્યો 'વાડ્રા બોંબ' - Sandesh
 • Home
 • Gujarat
 • જમાઈ બન્યો જમ : રાહુલ પર ગુજરાતના CMએ ફેંક્યો ‘વાડ્રા બોંબ’

જમાઈ બન્યો જમ : રાહુલ પર ગુજરાતના CMએ ફેંક્યો ‘વાડ્રા બોંબ’

 | 4:23 pm IST

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાડ્રા અને હથિયાર ડીલર સંજય ભંડારી વચ્ચે લિંક હોવાની ખબરો ત્યારથી આવી રહી છે જ્યારથી લંડન સ્થિત વાડ્રાના ફ્લેટ 12 એલર્ટન હાઉસના ભંડારીએ 2016માં નવીકરણ કરવામાં આવ્યું હતું. જોકે વાડ્રા તો ભંડારી સાથે કોઇપણ પ્રકારની નાણાકીય લેવડ દેવડથી ઇન્કાર કરતા આવ્યા છે. આ વાતના કોઇ પુરાવા મળ્યા નથી પરંતુ એવા કેટલાક દસ્તાવેજ મળી આવ્યા છે. જેમાં આ બન્ને વચ્ચે સીધો સંબંધ હોવાનો દેખાઇ આવે છે.

એક ખાનગી ચેનલે કરેલા ઘટસ્ફોટ પ્રમાણે ભંડારીના ટ્રાવેલ એજન્ટે વાડ્રા માટે એક એર ટિકિટ ખરીદી હતી. ઓગસ્ટ 2012માં ખરીદેલી બે ટિકિટ મળી આવી છે. ભંડારીના ટ્રાવેલ એજન્ટ ઇંટરનેશનલ ટ્રાવેલ હોમ દ્વારા ભંડારીના ઇમેલ આઇડી પર મેઇલ કરી હતી. જેમાં 8 લાખ રૂપિયાની કિંમતની એમિરેટ્સની 13 ઓગસ્ટની ફ્લાઇટની ટિકિટ હતી. આ મેઇલ 7 ઓગસ્ટ 2012માં મોકલવામાં આવ્યો હતો. બીજો મેઇલ તે જ એજન્ટ દ્વારા 17 ઓગસ્ટની સાંજે મોકલવામાં આવ્યો હતો. જેમાં વિશાલ વાજપેયીએ વાડ્રા માટે સ્વીસ ફ્લાઇટ 563ની ટિકિટ બુક કરી હતી. જે સ્વિટ્ઝલેન્ડના જ્યૂરિસ માટેની હતી. ટિકિટથી જાણવા મળે છે કે બિઝનેસ ક્લાસની વિંડો સીટ બુક કરવામાં આવી હતી. જોકે ચેનલ આ ટિકિટ પર રોબર્ટે પ્રવાસ કર્યો હતો કે નહીં એની સ્પષ્ટતા કરી શકી નથી.

ભાગેડુ સંજય ભંડારી સાથે રોબર્ટ વાડ્રાનું કનેક્શન!
આરોપ પ્રમાણે સંજય ભંડારીએ રોબર્ટ વાડ્રાને એર ટિકિટ આપી છે. બે ઇ-મેઇલમાં ટિકિટને લઇને ખુલાસો કરવામાં આવ્યો છે. એક અમીરાત ફ્લાઇટની 8 લાખની ટિકિટ છે. 13 ઓગસ્ટ, 2012ના દિવસની આ પહેલી એર ટિકિટ હતી. એક ટ્રાવેલ એજન્ટ મારફતે સંજય ભંડારીએ એર ટિકિટ ખરીદી હતી. પહાડગંજની એક ટ્રાવેલ એજન્સીએ ઇ-મેલ કર્યો હતો. તેણે રોબર્ટ વાડ્રા માટે સ્વીસ ફ્લાઇટની ટિકિટ બુક કરી હતી. સ્વીસ ફ્લાઇટની LX 563ની આ ટિકિટ હતી અને બિઝનેસ ક્લાસની વિન્ડો સીટ બુક કરવામાં આવી હતી.

કોણ છે સંજય ભંડારી?
સંજય ભંડારી ભાગેડુ હથિયાર ડીલર છે. IT વિભાગે 27 અને 30 એપ્રિલે તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી. તેના વિરૂદ્ધ જેટ ટ્રેનર સોદામાં દલાલીને લઇને તપાસ થઈ હતી. સંજય વિદેશ ભાગી ગયો છે અને આ મામલામાં તેના પ્રત્યાર્પણ માટે સરકાર પ્રયાસમાં હતી. સંજય ભંડારીની 20 કરોડ રૂ.ની સંપતિ EDએ જપ્ત કરી છે. સંજય ભંડારીનો પાસપોર્ટ રદ્દ કરીને કોર્ટે તેને ભાગેડુ જાહેર કર્યો છે. મળતી માહિતી પ્રમાણે સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાના લંડનના ઘરના સમારકારમાં સંજય ભંડારીએ મદદ કરી હોવાની વિગતો જાહેર થતા ઉહાપોહ મચ્યો છે. આ સમારકાર 2016માં કરાયું હતું અને એના માટે સંજય ભંડારીએ ખર્ચો આપ્યાના ખબર આવ્યા છે. જોકે સંજય ભંડારી સાથે ઓળખાણનો વાડ્રાએ ઇન્કાર કર્યો છે.

CM વિજય રૂપાણીના કોંગ્રેસ પર પ્રહાર

 • રોબર્ટ વાડ્રા મામલે રાહુલ ગાંધી કેમ ચૂપ?
 • જમાઈ હોવાથી દબાવાયો મામલો
 • બોફોર્સ મામલે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના મુદ્દે કોંગ્રેસ પર હંમેશા શંકાની સોય
 • વાડ્રા માટે ભંડારીએ ખરીદી એર ટિકિટલંડનનાં બંગલાનું રૂ.21 કરોડનાં ખર્ચે રિનોવેશન
 • એકાઉન્ટમાંથી રૂપિયા ટ્રાન્સફર કેવી રીતે થયા
 • સંજય ભંડારી પર મની લોન્ડરિંગ – આર્મ્સનો ગુનો
 • રોબર્ટ વાડ્રા – સંજય ભંડારી વચ્ચે સંબંધનાં પુરાવા
 • 13 ઓગષ્ટે વાડ્રા સ્વીત્ઝરલેન્ડ ગયા હોવાનો ખુલાસો
 • પરિવાર બચાવવા આખી પાર્ટી ડૂબાડી દીધી
 • ભંડારીના ટ્રાવેલ એજન્ટે સમગ્ર માહિતી આપી
 • રૂ.7.36 લાખની ટિકીટ સંજય ભંડારીએ આપી હતી