સીએમ રૂપાણીની જાહેરાત : વીજબિલમાં મળશે 50 ટકાની રાહત જો... - Sandesh
  • Home
  • Gujarat
  • સીએમ રૂપાણીની જાહેરાત : વીજબિલમાં મળશે 50 ટકાની રાહત જો…

સીએમ રૂપાણીની જાહેરાત : વીજબિલમાં મળશે 50 ટકાની રાહત જો…

 | 5:40 pm IST

ગુજરાત સરકારે વીજબિલ માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે લીધેલા એક નિર્ણય મુજબ રાજ્યમાં કાયમી ધોરણે કપાયેલાં વિવિધ કક્ષાના વીજજોડાણોવાળા ગ્રાહકોની બાકી લેણા રકમ પ્રત્યે ઉદાર અભિગમથી મોટો નિર્ણય લીધો છે. તેમણે માફી યોજના 2017 અન્વયે જાહેરાત કરી છે. બીપીએલ અને એપીએલ બંને કેટેગરીના ઘરવપરાશના વીજ ગ્રાહકો જો 3 માસની અંદર મુદ્દલની રકમ ભરી દે તો મુદ્દલની રકમમાં 50 ટકા માફી અને સંપૂર્ણ વ્યાજ માફી અપાશે.

સરકાર ખેતીવાડી ગ્રાહકોને પણ આવી જ સુવિધા આપશે. જો તેઓ ૩ માસની અંદર મુદ્દલની રકમ ભરી દે તો મુદ્દલની રકમમાં 50 ટકા માફી અને સંપૂર્ણ વ્યાજ માફીનો લાભ સરકાર આપશે. અન્ય તમામ કક્ષાના વીજ ગ્રાહકો જો 3 માસની અંદર મુદ્દલની સંપૂર્ણ રકમ ભરે તો વ્યાજમાં સંપૂર્ણ માફી મળશે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીની આ જાહેરાત પછી રાજ્યના અંદાજે લાખો વીજ ગ્રાહકોને આ યોજનાનો લાભ મળશે અને અંદાજે રૂ.113 કરોડથી વધુની રકમની વ્યાજ માફી અપાશે. આ નિર્ણયથી પ્રજાજનોને પોતાના નામે વીજજોડાણ મળશે. કોર્ટમાં કરવામાં આવેલ દિવાની દાવાઓ પાછા ખેંચી લેવામાં આવશે. આ યોજના હેઠળ બીપીએલ અને નોન બીપીએલ ઘર વપરાશના ગ્રાહકો તેમજ ખેડૂતો બાકી વીજ બીલની પૂરેપૂરી રકમ નહીં પરંતુ 50 ટકા રકમ ભરી જવાબદારીમાંથી મુકિત મેળવી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન