NIFTY 10,141.15 -6.40  |  SENSEX 32,400.51 +-1.86  |  USD 64.2600 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • અમરનાથ યાત્રીઓને બચાવનાર બસ ડ્રાઈવર સલીમભાઈ માટે સીએમએ કરી મોટી જાહેરાત

અમરનાથ યાત્રીઓને બચાવનાર બસ ડ્રાઈવર સલીમભાઈ માટે સીએમએ કરી મોટી જાહેરાત

 | 8:31 pm IST

સોમવારે જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બાતેંગુ વિસ્તારમાં સશસ્ત્ર ત્રાસવાદીઓએ અમરનાથ યાત્રામાં જતાં શ્રદ્ધાળુઓ ઉપર આતંકી હુમલો કરતા નિર્દોષ ૭ યાત્રીઓના મૃત્યુ સાથે ૧૫ યાત્રીઓ ઘવાયા હતા. આ દુઃખદ ઘટનાને વડોદરા શહેરના મુસ્લિમ અગ્રણી બફાતીશા દિવાન, લાલાભાઈ શ્યામવાલા, સૈયદ અમીન, મુનીરએહમદ ખેરૂવાલા, જનાર્દન વ્યાસ, અર્ચનાબેન ઝા વગેરે પૂર્વ વિભાગ કોમી એક્તા સમિતિ, પાણીગેટના અગ્રણીઓએ સખત શબ્દોમાં વખોડી કાઢયો છે.

અમરનાથ યાત્રાએ જતાં શ્રદ્વાળુઓને લઈને જતી બસ ઉપર ત્રાસવાદીઓ દ્વારા કરાયેલ અંધાધુંધ ગોળીબાર વખતે યાત્રીઓને મોતના મુખમાંથી બહાર કાઢનાર બસ ડ્રાઈવર સલીમભાઈએ મોતની પરવા કર્યા વિના ઘણાં યાત્રીકોનો જીવ બચાવ્યો હતો.

સલીમભાઈની વીરતાને જોઈ કાશ્મીરથી સુરત મૃત્તક તેમજ ઘાયલોને સુરત એરપોર્ટ ઉપર લવાતા ગુજરાત મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પોલીસ કમિશનર સતીશ શર્મા સાથે ભાજપના મહાનુભાવોએ સલીમભાઈ બસ ડ્રાઈવરને સન્માનિત કરી રાષ્ટ્રીય પુરસ્કાર આપવાની ઘોષણા કરી છે. જે જોતાં સમગ્ર દેશમાં અરાજક્તા ફેલાવતા તત્વોએ મુસ્લિમ ડ્રાઈવર સલીમભાઈથી બોધપાઠ લઈ આવા ધૃણાસ્પદ કૃત્ય પ્રત્યે પોતાનો અણગમો વ્યક્ત કરવો જોઈએ.