NIFTY 10,451.80 -0.70  |  SENSEX 33,731.19 +45.63  |  USD 64.6750 +0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • મણિકર્ણિકામાં પેશવા બાજીરાવ બનશે ફેમસ એક્ટર, દાયકા પછી ફિલ્મમાં મળશે જોવા

મણિકર્ણિકામાં પેશવા બાજીરાવ બનશે ફેમસ એક્ટર, દાયકા પછી ફિલ્મમાં મળશે જોવા

 | 8:22 pm IST

ફિલ્મ મણિકર્ણિકા : ધ કવીન ઓફ ઝાંસીનું શૂટિંગ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં અભિનેત્રી કંગના રનૌત ઝાંસીની રાણી એવી લક્ષ્મીબાઇ (મૂળ નામ મણિકર્ણિકા)ની ભૂમિકાને ન્યાય આપવાની છે. આ ફિલ્મથી અભિનેત્રી નિર્માણ ક્ષેત્રે પણ ઝંપલાવી રહી છે. ફિલ્મમાં કંગના સાથે અભિનેત્રી અંકિતા લોખંડે પણ મહત્ત્વની ભૂમિકામાં દર્શકોને જોવા મળવાની છે.

ફિલ્મમાં પેશવા બાજીરાવ બીજા માટે પીઢ અભિનેતા સુરેશ ઓબેરોયની પસંદગી કરવામાં આવી છે. અભિનેતા વિવેક ઓબેરોયના પિતા એવા સુરેશ ઓબેરોયે ફિલ્મ જગતની લગભગ ૨૫૦ ફિલ્મોમાં વિવિધ ભૂમિકાઓ નિભાવી છે. છેલ્લે વર્ષ ૨૦૦૯માં ફિલ્મ કર્મા : ધ કન્ફેશન અને હોલીમાં સુરેશ ઓબેરોય મહત્ત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા.

લગભગ દાયકા બાદ પિરિયોડિક ડ્રામા ફિલ્મ મણિકર્ણિકાની ઓફર પીઢ અભિનેતાએ સ્વીકારી છે. સુરેશ ઓબેરોયે જણાવ્યું હતું કે હું પોતે વ્યકિતગત રીતે અભિનેત્રી કંગના રનૌતનો ખૂબ જ મોટો પ્રશંસક છું. તેના અભિનયની હું હંમેશાં પ્રશંસા કરું છું. હું આ ઐતિહાસિક ફિલ્મ સાથે જોડાઇને ખૂબ જ ખુશ છું.