આ માણસ હલાવી દેશે મોદીને વડાપ્રધાનપદ પરથી ? તેમના પક્ષે કર્યો મોટો દાવો - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • આ માણસ હલાવી દેશે મોદીને વડાપ્રધાનપદ પરથી ? તેમના પક્ષે કર્યો મોટો દાવો

આ માણસ હલાવી દેશે મોદીને વડાપ્રધાનપદ પરથી ? તેમના પક્ષે કર્યો મોટો દાવો

 | 2:51 pm IST

નેશનલ કોંગ્રેસ પાર્ટીના ટોચના નેતા પ્રફુલ પટેલે કહ્યું છે કે, 2019ની લોકસભા ચૂંટણી બાદ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના અધ્યક્ષ શરદ પવાર દેશના વડાપ્રધાન બની શકે છે, કારણ કે હવે દેશમાં મોદી લહેર સમાપ્ત થઈ ગઈ છે અને વિપક્ષ એકસાથે થઈ ગયો છે. આ બેઠકમાં એનસીપી અધ્યક્ષ શરદ પવાર, પ્રદેશ અધ્યક્ષ સુનીલ તટકરે, અજિત પવાર, સુપ્રિયા સુળે સહિત એનસીપીના ધારાસભ્ય અને સાંસદો પણ હાજર રહ્યા હતા.

મુંબઈ નજીક કરજતમાં યોજાયેલી એનસીપી પાર્ટીની ચિંતન શિબિરના પહેલા જ દિવસે પ્રફુલ પટેલે કહ્યું કે, કેન્દ્રમાં બીજેપીએ ત્રણ વર્ષથી વધુ સમય પસાર કર્યો છે. હવે માત્ર દોઢ વર્ષ બાકી રહ્યું છે. આ સંજોગોમાં લોકસભાની ચૂંટણીની સાથે જ વિધાનસભાની ચૂંટણી થઈ શકે છે. બીજેપી ગમે ત્યારે નિર્ણય લઈ શકે છે, તેથી એનસીપીના સભ્યો ચૂંટણી માટે તૈયાર રહે. પ્રફુલ પટેલે એવો પણ દાવો કર્યો છે કે, દેશભરમાં મોદી સરકાર વિરુદ્ધનો માહોલ બની રહ્યો છે.

પ્રફુલ પટેલે વિશેષ ટિપ્પણી કરતા કહ્યું કે ગઈ લોકસભા ચૂંટણીમાં મોદી લહેર હતી અને હવે તે ગાયબ થઈ ગઈ છે. જ્યાં પહેલા સોશિયલ મીડિયા પર મોદીસરકારના વખાણ થતા હતા, ત્યાં હવે સામાન્ય જનતા ટીકા કરી રહી છે.

હજી ગણતરીના દિવસો પહેલાં મુંબઈ આવેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ એનસીપીના અધ્યક્ષ શરદ પવારને મળવા માગતા હતા. આ સંજોગોમાં પ્રફૂલ્લ પટેલે એવું પણ કહ્યું હતું કે, એનસીપી ફડણવીસ સરકારને સમર્થન આપશે નહીં તેમજ એનસીપી પ્રદેશ અધ્યક્ષ સુનીલ તટકરેએ કહ્યું હતું કે, એનસીપી ભાજપ સાથે કોઈપણ પ્રકારનું ગઠબંધન કરશે નહીં. આ સમગ્ર પરિસ્થિતિ નવી ખીચડી રંધાઈ રહી હોવાનો ઇશારો કરે છે.