Major Companies Puts ban of Using WhatsApp for Official Use
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • નવી પોલિસી વોટ્સએપ માટે બની આફત, બિઝનેસમેન બાદ હવે અમુક કંપનીઓએ લગાવી રોક

નવી પોલિસી વોટ્સએપ માટે બની આફત, બિઝનેસમેન બાદ હવે અમુક કંપનીઓએ લગાવી રોક

 | 4:50 pm IST
  • Share

WhatsAppની નવી પોલિસીના વિરોધમાં પહેલાં ઉદ્યોગપતિઓએ વોટ્સએપ ડિલીટ કર્યું હતું. જો કે હવે અમુક કંપનીઓએ પણ વોટ્સએપના ઉપયોગ પર રોક લગાવી દીધી છે. આ પોલિસીના વિરોધમાં સૌથી મોટું નામ ટાટા સ્ટીલનું સામે આવ્યું છે. Tata Steel દ્વારા ઓફિશિયલ કામ માટે વોટ્સએપ પર રોક લગાવી દેવામાં આવી છે.

ટાટા સ્ટીલે પોતાના કર્મચારીઓને કહ્યું છે કે તે ગ્રૃપ ચેટ માટે વોટ્સએપનો ઉપયોગ ન કરે. ટાટા સ્ટીલે કર્મચારીઓને ઈમેઈલ કરીને આ જાણકારી આપી છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે કર્મચારીઓ કોઈ પણ સંવેદનશીલ જાણકારી વોટ્સએપ પર શેર કરે નહીં અને આ એપ પર બિઝનેસ મીટિંગ પણ ન કરવી. આ ઉપરાંત કંપનીએ કહ્યું છે કે તે ઓફિસ કોમ્યુનિકેશન માટે માઈક્રોસોફ્ટ સર્વિસ કે માઈક્રોસોફ્ટ ટિમ્સનો ઉપયોગ કરી શકે છે.

હાલમાં જ વોટ્સએપની નવી પોલિસી સામે આનંદ મહિન્દ્રા, એલન મસ્ક સહિતનાં દિગ્ગજ બિઝનેસમેનોએ વોટ્સએપ ડિલીટ કરીને સિગ્નલ એપ ડાઉનલોડ કરી દીધી છે. તો 1000થી પણ વધારે Phonepe કર્મચારીઓએ પણ વોટ્સએપ અનઈન્સ્ટોલ કરી દીધું છે. અને સિગ્નલ એપને ડાઉનલોડ કરી છે. ટાટા ગ્રૃપના ચેરમેને પણ વોટ્સએપ છોડી દીધું છે. પેટીએમ દ્વારા પણ કર્મચારીઓને વોટ્સએપનો ઉપયોગ ન કરવા માટે જણાવાયું છે.

આ વીડિયો પણ જુઓઃ ગુજરાતમાં 6, 616 શિક્ષણ સહાયકની ભરતી થશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન