ચૂંટણી ટાણે વિફર્યો ગુજરાતનો બીજા નંબરનો મોટો સમાજ, સંમેલન કરીને ઠરાવ કર્યો કે... - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ચૂંટણી ટાણે વિફર્યો ગુજરાતનો બીજા નંબરનો મોટો સમાજ, સંમેલન કરીને ઠરાવ કર્યો કે…

ચૂંટણી ટાણે વિફર્યો ગુજરાતનો બીજા નંબરનો મોટો સમાજ, સંમેલન કરીને ઠરાવ કર્યો કે…

 | 4:36 pm IST

કોળી સમાજે પોતાની રાજકીય તાકાતનો પરિચય કરાવવા સુરત નજીક સીમાડામાં મહાસંમેલનનું આયોજન કર્યુ હતું. આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સમાજને જાગૃત કરવાના હેતુથી આયોજીત કોળી સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતાં. સંમેલનમાં હાજર આગેવાનોએ જે રાજકીય પક્ષ સમાજને વધુ ટીકીટ તે રાજકીય પક્ષને મત આપવા લોકોને આહવાન કર્યુ હતું.

રાજ્યમાં સૌથી વધુ વસ્તી ધરાવતા પાટીદાર સમાજે સરકાર વિરુદ્ધ શક્તિ પ્રદર્શન કર્યા બાદ હવે બીજા નંબરે આવતા સૌથી મોટો કોળી સમાજે શક્તિ પ્રદર્શન કર્યુ હતું. રવિવારે સીમાડા બીઆરટીએસ રોડ પર આવેલા રિદ્ધિ સિદ્ધિ ફાર્મમાં આયોજીત મહાસંમેલનમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતાં. સંમેલનમાં ગુજરાતના સંસદીય સચીવ હિરાભાઇ સોલંકી, અખિલ ભારતીય કોળી-કોરી સમાજના યુવા પ્રમુખ ખેમચંદ કોલી, મનુભાઇ ચાવડા, રાજેશ જોળીયા, મૂળચંદ પટેલ વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. સમાજના આગેવાનોએ સમાજના લોકોમાં સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને રાજકીય જાગૃતિ માટે આહવાન કર્યુ હતું.

ખેમચંદ કોલીના જણાવ્યા અનુસાર ગુજરાતના રાજકારણમાં કોળી સમાજને અન્ય સમાજ કરતાં ઓછું મહત્ત્વ આપવામાં આવે છે તેથી, સમાજ રાજકીય ક્ષેત્રે હાંસિયામાં ધકેલાઇ ગયો છે. વિધાનસભાની ચુંટણીમાં સુરતમાં સૌરાષ્ટ્રવાસી વિસ્તારમાં કોળી સમાજના પ્રતિનિધિને ટીકીટ આપવા માટે સ્ટેજ પરથી માગ કરાઇ હતી.