અમદાવાદમાં ગેસ વેલ્ડીંગમાં વપરાતાં સિલિન્ડર ભરેલી ટ્રકમાં આગ, બ્લાસ્ટની વિકરાળ જ્વાળાઓ જોઈ લોકોમાં ફફડાટ

અમદાવાદના ધંધુકા-ફેદરા રોડ પર ગેસ વેલ્ડીંગના બાટલા લઈને જતી ટ્રકમાં એકાએક આગ ફાટી નીકળી હતી. જેને કારણે સિલિન્ડર પણ ધડાધડ ફાટવા લાગ્યા હતા. જેને કારણે વિકરાળ આગની જ્વાળાઓ આકાશમાં છવાઈ ગઈ હતી. બ્લાસ્ટને કારણે રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો હતો. અને બ્લાસ્ટ સમયે ત્યાંથી પસાર થતી કારમાં સવાર ચાર વ્યક્તિઓને ઈજા પણ પહોંચી હતી. 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે આવીને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે લઈ ગઈ હતી. જ્યારે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
અમદાવાદના ધંધુકા-ધંધુકા-ફેદરા રોડ હરીપુરા પાટીયા પાસે ગેસ વેલ્ડીંગના સિલિન્ડર લઈ જતી ટ્રકમાં બ્લાસ્ટ થયો હતો. ટ્રક ગાંધીધામથી ઝેરી ક્લોરાઇન ભરેલો એક ટ્રક વડોદરા તરફ પસાર થઈ રહ્યો હતો. અને તેવામાં કોઈ અગમ્ય કારણોસર ટ્રકમાં આગ ફાટી નીકળી હતી. જેને કારણે ગેસ વેલ્ડીંગમાં વપરાતાં સિલિન્ડરમાં પણ બ્લાસ્ટ થવા લાગ્યા હતા. આ સિલિન્ડરમાં ઝેરી ક્લોરાઈન ગેસ હોવાનું જાણવા મળી રહ્યું છે.
ટ્રકમાં બ્લાસ્ટ સમયે તેની પાસેથી પસાર થતી કારમાં સવાર ચાર લોકોને ઈજા પહોંચી હતી. જેઓને તાત્કાલિક સારવાર અર્થે ધંધૂકાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો બ્લાસ્ટને કારણે પ્રચંડ જ્વાળાઓ પણ ઉઠી હતી. જેને પણ આ નજારો જોયો હતો તે ચોંકી ઉઠ્યા હતા. અને હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો. જો કે, ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. જો કે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. પણ બ્લાસ્ટ કયા કારણોસર થયો તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન