NIFTY 10,146.55 -64.30  |  SENSEX 32,389.96 +-194.39  |  USD 65.0350 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • રિલાયન્સ વિચારી રહ્યું છે એવો માસ્ટરપ્લાન કે થશે ગણતા થાકી જવાય એટલી કમાણી

રિલાયન્સ વિચારી રહ્યું છે એવો માસ્ટરપ્લાન કે થશે ગણતા થાકી જવાય એટલી કમાણી

 | 3:23 pm IST

દુનિયાની સૌથી મોટો રિફાઇનિંગ કોમ્પ્લેક્સ ઓપરેટર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 2030 સુધી પોતાની તેલ પ્રોસેસિંગ ક્ષમતાને 40 ટકા વધારવા માગે છે. એક રિપોર્ટ પ્રમાણે રિલાયન્સ ગુજરાતના જામનગર ખાતે આવેલી પોતાની રિફાઇનરીની ક્ષમતા પ્રતિ વર્ષ 30 મિલિયન ટનમાંથી વધારીને લાંબા ગાળે પ્રતિ વર્ષ 100 મિલિયન ટન સુધી કરવા માગે છે. મળતી માહિતી પ્રમાણે રિલાયન્સે ભારતના સેન્ટર ફોર હાઇ ટેકનોલોજી (CHT)માં પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય વિભાગને એક પ્રેઝન્ટેશન આપ્યું છે જેમાં પ્રોજેક્ટના મુલ્યાંકન તેમજ ટેકનીકલ જરૂરિયાતની વિગતો આપી હતી.

હાલમાં સરકાર ભલે 2032 સુધી દેશમા ઇલેક્ટ્રિક વાહન લાવવાની વાતો કરી રહી હોય પણ હકીકત તો એ છે કે દેશમાં પેટ્રોલ અને ડીઝલની માંગમાં વધારો થયો છે. ચર્ચા છે કે રિલાયન્સની 2030 સુધી લગભગ 6 કરોડ ટનની પેટ્રોલ અને ડીઝલની ઉત્પાદન ક્ષમતા વધારવાની યોજના ઘડી રહ્યું છે. હાલમાં રિલાયન્સ જામનગર પરિસરમાં બે રિફાઇનરીનું સંચાલન કરે છે જેની સ્થાપિત ક્ષમતા 12 લાખ બેરલ પ્રતિ દિવસ અથવા તો 60 મિલિયન ટન પ્રતિ વર્ષ છે. આ પ્લાન્ટ તેની ક્ષમતા કરતા પણ વધારે કામ કરે છે અને દર વર્ષે લગભગ 70 મિલિયન ટન પ્રોસેસ કરે છે.

રિફાઇનરીની ગણતરી દુનિયાના સૌથી જટિલ ક્ષેત્રોમાં થાય છે અને એમાંથી તેલ કાઢવું સહેલું નથી. દેશમાં ઇંધણના ભારે વધારાને પગલે ભારત દુનિયાનો ત્રીજા નંબરનો તેલ ઉપભોક્તા દેશ બની ગયો છે. અંદરની માહિતી પ્રમાણે હાલમાં રિલાયન્સે સંપૂર્ણ પ્રોજેક્ટની બ્લુ પ્રિન્ટ તૈયાર નથી કરી અને ખર્ચની વિગતો પણ ભેગી નથી કરી પણ એના માટે લગભગ 10 અરબ ડોલરની જરૂર પડશે.