makar sankaranti Few people will know about Capricorn
  • Home
  • Astrology
  • મકરસંક્રાત્તિ બહુ ઓછા લોકો જાણતા હશે ગ્રહો સાથે જોડાયેલી આ ખાસ જાણકારી

મકરસંક્રાત્તિ બહુ ઓછા લોકો જાણતા હશે ગ્રહો સાથે જોડાયેલી આ ખાસ જાણકારી

 | 11:07 am IST

હિંદૂ ધર્મ સંસ્કૃતિમાં વર્ષનો આરંભ જ થાય છે મકરસંક્રાત્તિ જેવા મોટા પર્વ સાથે જેમાં સૂર્યની આરાધના કરવાનું ખાસ મહત્વ રહેલું છે. આ દિવસે દાન અને સ્નાનનું વિશેષ મહત્વ રહેલું છે. સૂર્યનારાયણ માગશરમાં મિત્ર, પોષમાં સનાતન વિષ્ણુ, કારતકમાં વરૂણ અને ફાગણમાં સૂર્ય, ચૈત્ર મહિનામાં ભાનુ, વૈશાખમાં તાપન, જેઠમાં ઈન્દ્ર અષાઢમાં રવિ, શ્રાવણમાં ગરસ્તિ, ભાદરવામાં યમ અને આસોમાં હિરણ્યરેતા દિવાકરનું રૂપ ધારણ કરે છે.

આ રીતે બાર મહિના ભગવાન સૂર્ય બાર નામોથી બાર રૂપ ધારણ કરે છે. બાર રાશિઓમાં મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ, મીનમાં ગોચર કરે છે. આ સંક્રમણથી સંક્રાતિ થાય છે. સંક્રાત્તિને સૂર્યની ગતિનું પ્રતીક તથા સામર્થ્ય માનનાર માનવામાં આવે છે. સૂર્યનું સામર્થ્ય સાત દેવી મંદા, મંદાકિની, ધ્વાંક્ષી, ધોરા, મંદોદરી, રાક્ષસી અને મિશ્રાના નામથી જાણીતી છે. વિભિન્ન રાશિઓમાં સૂર્યનો પ્રવેશ અલગ અલગ નામથી ઓળખાય છે.

પૂરાણમાં ઉત્તરાયણ

પ્રાચીનકાળથી સૂર્યઉપાસનાનું મહત્વ રહેલું છે. વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ ગણાતા ઋગ્વેદમાં સૂર્ય માટે ‘પતંગ’ શબ્દ વપરાયો છે. આર્યોસૂર્યતત્વની પ્રાચીન કાળથી ઉપાસના કરતા હતા. વેદકાળમાં સૂર્યને લગતા અનેક મંત્રો પણ પ્રાપ્ત થાય છે. પ્રાચીન ગ્રંથો મુજબ સૂર્ય પાસે કલ્યાણ થાય તથા અમંગળ, દરિદ્રતા અને રોગ દૂર થાય તેવી માંગણી કરવામાં આવી છે.

સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તેને મકરસંક્રાંતિ કહે છે. જયોતિષશાસ્ત્ર મુજબ આ સંક્રાંતિમાં સૂર્યપૂજા-ઉપાસનાનું વિશેષ મહત્વ રહેલું છે. સૂર્ય મકરમાં પ્રવેશતાં કમુરતા પૂર્ણ થાય છે અને લગ્નાદિ માંગલિક કાર્યોનો પ્રારંભ થાય છે. મકરસંક્રાંતિનું વિશેષ મહત્વ હોવાથી મહાભારત કાળમાં ભીષ્મએ મકરસંક્રાંતિમાં જ દેહ છોડવાનું પસંદ કર્યું હતું.

મહાભારતમાં કુરુ વંશનાં સક્ષક ભીષ્મ પિતામહે કે જેમને ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત હતું તેમણે બાણ શય્યા પર પડ્યા રહીને ઉત્તરાયણનાં દિવસે એટલે કે જ્યારે સૂર્ય ઉત્તર ણાયનમાં પ્રવેશે ત્યારે જ પોતાનો દેહ ત્યાગ કરવાનું કહ્યું હતું. આપણા શાસ્ત્રોમાં દક્ષિણાયન કરતાં ઉત્તરાયણને શુભ માનવામાં આવે છે. આમ ઉત્તરાયણનો દિવસ તે ભીષ્મ દેહોત્સર્ગના પર્વ તરીકે પણ ઉજવવામાં આવે છે.

આ વીડિયો જુઓ: ઉત્તરાયણ પર રાશી પ્રમાણે કરો દાન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન