મકરસંક્રાંતિ પર ખીચડી ખાવાનું શું છે મહત્વ?, જાણવા કરો અહીં ક્લિક - Sandesh
NIFTY 10,195.15 -165.00  |  SENSEX 33,176.00 +-509.54  |  USD 64.9300 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • મકરસંક્રાંતિ પર ખીચડી ખાવાનું શું છે મહત્વ?, જાણવા કરો અહીં ક્લિક

મકરસંક્રાંતિ પર ખીચડી ખાવાનું શું છે મહત્વ?, જાણવા કરો અહીં ક્લિક

 | 7:19 pm IST

મકરસંક્રાંતિ હિન્દુ ધર્મમાં મુખ્ય તહેવારોમાંથી એક છે, તેમજ સૂર્ય ઉત્તર દિશા તરફ જતો હોવાથી ઉતરાયણ મનાવામાં આવે છે. આ દિવસે સૂર્ય ધન રાશિને છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે અને સૂર્ય ઉત્તરની દિશા તરફ જાય છે. ભારતના અલગ-અલગ રાજ્યોમાં મકર સંક્રાતિને અલગ અલગ રીતે મનાવામાં આવે છે. પંજાબ અને હરિયાણામાં આ સમયે નવા પાકની લણણી શરૂ કરવામાં આવે છે અને ત્યાં લોહરી પર્વ ઉજવવામાં આવે છે. તો બીજી તરફ આસામમાં બિહૂ તરીકે તેને ઉજવવામાં આવે છે.

મકરસંક્રાંતિ પર કેમ ખાવામાં આવે છે ખીચડી :

– સંક્રાંતિ પર ચોખા, હળદર, મીઠું અને શાકભાજી નાખીને ખીચડી બનાવામાં આવે છે.

– ચોખાને ચંદ્રનું પ્રતિક ગણવામાં આવે છે.

– કાળા અળદની દાળ શનિનું પ્રતીક છે.

– હળદર બુધ અને મીઠું શુક્રનું પ્રતીક છે.

– લીલા શાકભાજી બુધનું પ્રતીક ગણવામાં આવે છે.

– ખીચડીની ગરમી મંગળ અને સૂર્ય સાથે જોડાયેલ છે.

– આ દિવસે ખીચડી ખાવાથી બધા ગ્રહોની દશા સારી રહે છે.

– મકરસંક્રાંતિ પર નવા અનાજની ખીચડી ખાવાથી આખું વર્ષ આરોગ્ય સારું રહે છે.