જાણો મકરસંક્રાતિનો પુણ્યકાળ ક્યારથી થશે શરૂ, બાર રાશિનું વાંચો ભવિષ્યકથન - Sandesh
NIFTY 10,526.20 -22.50  |  SENSEX 34,331.68 +-63.38  |  USD 65.6600 +0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • જાણો મકરસંક્રાતિનો પુણ્યકાળ ક્યારથી થશે શરૂ, બાર રાશિનું વાંચો ભવિષ્યકથન

જાણો મકરસંક્રાતિનો પુણ્યકાળ ક્યારથી થશે શરૂ, બાર રાશિનું વાંચો ભવિષ્યકથન

 | 11:40 am IST

મકરસંક્રાંતિ એવો તહેવાર છે જેની રાહ વર્ષભર નાના-મોટા સૌ કોઈ જોતાં હોય છે. યુવાવર્ગને પતંગ ચઢાવવાની તાલાવેલી હોય જ્યારે ઘરના વડીલો ધાર્મિક કાર્યો કરી પુણ્યનું ભાથું બાંધે છે. દરેક ઘરમાં ખાણી-પીણી અને આનંદનો માહોલ આ દિવસે જોવા મળે છે. ત્યારે જાણી લો કે આ વર્ષની મકરસંક્રાંતિનો પુણ્ય કાળ ક્યારથી શરૂ થશે અને બાર રાશિઓમાં સંક્રાંતિ કેવો સમય લઈને આવશે.

૧૪મી જાન્યુઆરી, રવિવારે મકરસંક્રાંતિ થશે. અર્થાત્ સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરશે તેથી કમુહૂર્તા ઊતરશે. શુભ સમય શરૂ થશે. સંક્રાંતિ વાહન ભેંસ (મહિષ) છે. કાળાં વસ્ત્રો છે. ઉત્તરથી દક્ષિણ તરફ ગમન કરે છે. આ સમયમાં મહિષ, ઊંટ વર્ગના પશુને કષ્ટ જણાય. કાળી વસ્તુઓ-કપડાં મોંઘા. સંક્રાંતિ પુણ્યકાળ બપોરે ૧૩.૪૭થી સૂર્યાસ્ત સુધી છે. તેમાં દાન-પુણ્ય કરવા. ભગવાન શિવજીની પૂજા-ભક્તિ ફળે છે. આ સમયમાં રાજકીય પરિવર્તનો, સરકાર, સરકારી પદાધિકારીઓ, પ્રધાનો અંગે ફેરફારો થાય. રાજા, મંત્રી અને અધિકારીઓની બદલીઓ, નવી નિમણૂકો જણાય. ધન-અર્થતંત્ર સુધરે. વેપાર વધે. ધાન્ય વધે. ઊપજો વધે. વર્ષ શુભ બને. કેટલાક સ્થળોએ અશાંતિ-હિંસા- આતંકના બનાવોની શક્યતા છે. લશ્કર-પોલીસની કામગીરી વધે. યુદ્ધના વિગ્રહ-ભણકારા જણાય. શત્રુ ફાવે નહીં. શત્રુ વિજય થાય.

બાર રાશિ માટેનો વરતારો

– મેષ રાશિના જાતકોને અટકેલા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય.
– વૃષભ રાશિના જાતકોનો ભાગ્યોદય થાય.
– મિથુન રાશિના જાતકોએ તબિયત સાચવવી, સ્વાસ્થ્ય પર જોખમ.
– કર્ક રાશિના જાતકોએ દાંપત્યજીવનમાં તકેદારી રાખવી, ભાગીદારીના કાર્યોને કારણે ચિંતા વધે.
– સિંહ રાશિના જાતકોને આરોગ્યલક્ષી ચિંતા સતાવે.
– કન્યા રાશિના જાતકોને સ્નેહી અને પરિવાર સુખ વધે.
– તુલા રાશિના જાતકોને આર્થિક લાભ થાય.
– વૃશ્ચિક રાશિના જાતકોને સગાં-મિત્રોની મદદ મળે.
– ધન રાશિ માટે ધનલાભના યોગ સર્જાય છે.
– મકર રાશિના જાતકો માટે મનોકામના સિદ્ધિ યોગ.
– કુંભ રાશિના જાતકોનો ખર્ચ વધે, યોગ્ય પાત્રને દાન કરવાથી લાભ થાય.
– મીન રાશિના જાતકો માટે લાભના યોગ.