મકરસંક્રાંતિના દિવસે કરો અનાજનું દાન, બદલી જશે જીવનની દશા - Sandesh
NIFTY 10,195.15 -165.00  |  SENSEX 33,176.00 +-509.54  |  USD 64.9300 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • મકરસંક્રાંતિના દિવસે કરો અનાજનું દાન, બદલી જશે જીવનની દશા

મકરસંક્રાંતિના દિવસે કરો અનાજનું દાન, બદલી જશે જીવનની દશા

 | 6:38 pm IST

સૂર્ય જ્યારે એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. રાશિ 12 હોવાથી વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ આવે છે. પરંતુ જ્યારે સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે તે દિવસને મકરસંક્રાંતિ કહેવાય છે. આ દિવસને ઉત્તરાયણ પણ કહેવાય છે. તેનું કારણ છે કે આ સમયે સૂર્ય પૃથ્‍વી આજુબાજુની પોતાની પરિભ્રમણ દિશામાં પણ પરિવર્તન કરી થોડોક ઉત્તર દિશા તરફ ખસે છે. આમ, સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરાયણને શુભ મુહુર્ત માનવામાં આવે છે, આ કારણથી જ મકરસંક્રાંતિના દિવસની શુભ શરૂઆત દાન-પુષ્ણ કરીને કરવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવાનું ખાસ મહત્વ છે. જાણો કયા કયા અનાજનું દાન સંક્રાંતિના દિવસે કરવાથી શું લાભ પ્રાપ્ત થાય છે.

ઘઉં અને ચણા
આ બંને અનાજ દ્રઢતાનું સૂચક છે. આ બંને અનાજનું દાન કરવાથી ઘરમાં સ્થિરતા આવે છે. ઘઉં સૂર્ય સંબંધિત અનાજ છે અને ચણા બૃહસ્પતિ સંબંધિત છે. સંક્રાંતિના દિવસે આ અનાજનું દાન કરવાથી ભૂમિ, સંતાન સંબંધિત લાભ થાય છે. વ્યાપાર તેમજ નોકરીમાં સ્થિરતા આવે છે.

જવ અને તલ
બંને વસ્તુઓ ખુશહાલીનું કારક છે. જવ શુક્ર સંબંધિત છે અને તલ શનિ સંબંધિત છે. આ બંનેમાંથી કોઈપણ વસ્તુનુ દાન કરવાથી જીવનમાં ખુશહાલી આવે છે. જે જાતકને તેની મહેનતનું ફળ ન મળતું હોય તેમણે સંક્રાંતિના દિવસે તલ અથવા જવનું દાન કરવું જોઈએ. આમ કરવાથી જીવનમાંથી નીરસતા દૂર થાય છે.

ચોખા અને મગ
ચોખા અને મગ સંબંધ અને ધનના સૂચક છે. ચોખા ચંદ્ર અને મગ બુધ સંબંધિત છે. સંક્રાંતિના દિવસે તેનુ દાન કરવાથી વ્યક્તિ ક્યારેય રસ્તો નથી ભટકતો, તેના સંબંધો ખરાબ નથી થતાં. આ ઉપરાંત ધન પ્રાપ્તિના માર્ગ ખુલ્લો થાય છે.

કાંગ
આ અનાજનું દાન કરવાથી સંબંધોમાં આવેલી કડવાશ દૂર થાય છે. બિમારીઓ દૂર થાય છે અને દાંપત્યજીવનમાં પ્રેમ વધે છે. કારણ કે કાંગ શુક્ર સંબંધિત અનાજ છે. કાંગનું દાન સંક્રાંતના દિવસે કરવાથી ઘરમાંથી કંકાશ દૂર થાય છે.