Makar Sankranti Know When Will celebrate astrological significance
  • Home
  • Astrology
  • મકરસંક્રાત્તિ તમારા નામથી જાણો સૂર્યનાં રાશિ પરિવર્તનથી કેવો પડશે પ્રભાવ

મકરસંક્રાત્તિ તમારા નામથી જાણો સૂર્યનાં રાશિ પરિવર્તનથી કેવો પડશે પ્રભાવ

 | 8:51 am IST

મેષ રાશિ
આ સમયે તમારા ભાગ્યમાં ઘણું છે જેને તમે સરળતાથી સંભાળી શકશો. તમારા ઉદેશ્યની ભાવનાને પુરસ્કૃત કરવામાં આવશે. તમારા માર્ગમાં આવતાં નવા વિચારો માટે તમારા દિમાગને ખુલ્લું રાખો. આપ ઝડપી પરિણામ કે ફળની આશા રાખશો તો ગૂંચવણ વધી શકે.

વૃષભ રાશિ
હોઠે આવેલ પ્યાલો પડી ન જાય તે જોજો. સાંસારિક કાર્ય અંગે સાનુકૂળતા. સમયની કિંમત સમજીને આપ પ્રયત્નશીલ બનશો તો સફળતાનાં દ્વાર ખૂલતાં જણાય. ગૃહવિવાદ અટકાવજો.

મિથુન રાશિ
આપની વ્યવસાયિક પ્રવૃત્તિને સફળ બનાવી શકશો. માનસિક સ્વસ્થતા કેળવી લેજો. આવેશને કાબૂમાં રાખવા સલાહ. નાણાભીડ અનુભવાતી લાગે.

કર્ક રાશિ
આપના મનની ભાવનાઓને ભલે કોઈ ન સમજે, પરંતુ આપની મદદ દેખાશે. કાર્યબોજ અને વ્યસ્તતા વધતી લાગે. આપના કામને ક્રમવાર ગોઠવી રાહત મેળવી શકશો. પ્રવાસ. મિલન-મુલાકાત.

સિંહ રાશિ
આપના માનસિક તણાવમાંથી મુક્તિ મેળવવા વધુ પડતા દૂરના વિચારો અટકાવજો. ધીમે ધીમે આગળ વધીને કાર્ય સફળતાનો માર્ગ કંડારી શકશો. ગૃહજીવનમાં સંવાદિતા જાળવજો. ખર્ચ પર અંકુશ જરૃરી.

કન્યા રાશિ
સામાજિક અને વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં વ્યસ્તતા વધતી જણાય. માનસિક અને ભાવનાત્મક સમતોલન જાળવજો. ફળ દૂર ઠેલાતું જણાય. પ્રવાસની યોજના.

તુલા રાશિ
આપની ધારણા બહારની સ્થિતિના કારણે ધાર્યું ન થાય તો મૂંઝાશો નહીં. સામાજિક, કૌટુંબિક કે અન્ય જવાબદારીઓને પાર પાડી શકશો. ધીમું ફળ મળતું જણાય. વિઘ્ન દૂર થાય.

વૃશ્ચિક રાશિ
આપના પ્રયાસોના પરિપાકરૃપે સફળતાની આશા રાખી શકશો. મનનો પરિતાપ અને રૃકાવટો દૂર થતાં રાહત અનુભવાય. નાણાભીડનો ઉકેલ સૂઝે. પ્રવાસ.

ધન રાશિ
આપના ચિંતા-વિષાદનાં વાદળ વિખેરાતાં જણાય. પ્રતિકૂળતા અને તણાવના સંજોગો હળવા થાય. આર્થિક સમસ્યાને સુલઝાવી શકશો. વિવાદ ટાળવો.

મકર રાશિ
આપના નોકરી-ધંધાના કામકાજ અંગે સંજોગો ધીમેધીમે સુધરતા જણાશે. આપની અગત્યની કામગીરીને આગળ ધપાવી શકશો. પ્રયત્નો ફળદાયી જણાય. સ્વજન-મિત્ર અંગે સાનુકૂળતા.

કુંભ રાશિ
આપની વ્યવસાયિક પરિસ્થિતિ સુધારવા અનુભવી વડીલની મદદ જરૃરી માનજો. શાંતિ અને સ્વસ્થતા જાળવવા કોશિશ કરજો. લાગણી પર કાબૂ જરૃરી બને. વ્યવસાયિક બાબતનો હલ મળે.

મીન રાશિ
આપના ખર્ચ-ખરીદીના પ્રસંગો વધી ન જાય તે જોજો. કરજથી દૂર રહેજો. ધીરજનાં મીઠાં ફળ ચાખી શકશો. અગત્યની વ્યક્તિ ઉપયોગી બને. મિત્ર-મુરબ્બીથી સહકાર. પ્રવાસ.

આ વીડિયો જુઓ: જાણો કઈ સામગ્રી દ્વારા સૂર્યને અર્ધ્ય આપી શકાય 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન