know makarsankranti vehicle and its meaning,what to donate as per zodiac
  • Home
  • Astrology
  • મકર સંક્રાંતિ 2019 આવશે સિંહે થઈને સવાર, ઉપ વાહન રહેશે હાથી, જાણો તેનું ફળ

મકર સંક્રાંતિ 2019 આવશે સિંહે થઈને સવાર, ઉપ વાહન રહેશે હાથી, જાણો તેનું ફળ

 | 10:30 am IST

વર્ષ 2019માં સૂર્ય મકર સંક્રાંતિ શેના પર સવાર છે કેવા વસ્ત્રો પહેરેલા છે. હાથમાં શું  છે તે પ્રમાણે વર્ષ દરમિયાન બારેય રાશિઓને ફળની પ્રાપ્તિ થાય છે. મકર રાશિમાં તારીખ 14મી એ સાંજે 7.50 મિનિટે સિંહે સવાર થઈને અને ઉપવાહન હાથી સાથે રાખીને આવે છે. મકર સંક્રાંતિ સફેદ  વસ્ત્ર ધારણ કરેલા સિંહ પર સવાર થઈને હાથમાં સોનાના પાત્રમાં અન્ન ગ્રહણ કરીને તેમજ કંકુનો લેપ કરતાં કરતાં ઉત્તર દિશા તરફ આગળ વધીને આવી રહી છે. જો તેના ફળ કથન વિશે વાત કરવામાં આવે તો તે આ પ્રમાણે રહેશે.

મકર સંક્રાંતિનો તહેવાર
વર્ષ 2019માં મકર સંક્રાંતિનો તહેવાર 14 અને 15 તારીખે ઉજવવામાં આવશે. શાસ્ત્રોમુજબ જ્યારે સૂર્ય રાશિ પરિવર્તન કરે છે તો તેને સંક્રાંતિ કહે છે. આ ક્રમમાં જ્યારે સૂર્ય ગોચરવશ ભ્રમણ કરતાં મકર રાશિમાં પ્રવેશે છે ત્યારે તે કાળ મકર સંક્રાંતિ નામે ઓળખાય છે. આ વર્ષે 14 જાન્યુઆરીના સાંજે 7 વાગીને 50 મિનિટે સૂર્ય મકર રાશિમાં પ્રવેસ કરશે, ત્યારે મકર સંક્રાંતિનો પ્રારંભ થશે. કારણકે હિંદૂ માન્યતા અનુસાર ઉદય તિથિ એટલે કે સૂર્યોદયના સમયે જે તિથિ હોય તેને જ માન્યતા આપવામાં આવે છે અને આ માન્યતા અનુસાર સૂર્ય 15 જાન્યુઆરીના સવારે મકર રાશિમાં હશે. તેથી આ દિવસે પણ મકર સંક્રાંતિ ઉજવવામાં આવશે.

રાશિઓ પર પ્રભાવ
મકર સંક્રાંતિથી મેષ રાશિને ધન લાભ, વૃષભ રાશિને હાનિ થઈ શકે છે. જ્યારે મિથુન રાશિને લાભ, તો કર્ક રાશિને કાર્યસિદ્ધિ યોગનું ફળ આપશે.  સિંહ રાશિવાળાને પુણ્ય લાભ, અને કન્યા રાશિને  કષ્ટ કે પીડાં થાય. તુલા રાશિના માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો કરે તો વૃશ્ચિક રાશિને ભય અને વ્યાધિ કરાવી શકે. ધન રાશિને સફળતા આપે તો મકર રાશિવાળાએ રહેવું સાવધાન રહેવું. વિવાદોથી દૂર રહેવું. કુંભ રાશિના લોકોને ધનલાભ તો મીન રાશિને કાર્યસિદ્ધિની પ્રાપ્તિ થશે.

મકરસંક્રાંતિના દિવસે રાશિવાર શું કરવું દાન
મકર સંક્રાંતિના દિવસે દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ મકર સંક્રાંતિ સ્નાનનો પુણ્ય કાળ 14 જાન્યુઆરી 2019ની મધરાતે 2 વાગીને 20 મિનિટથી 15 જાન્યુઆરી 2019ના સાંજે 6 વાગીને 20 મિનિટ સુધી ગણાશે. આ સમયમાં પવિત્ર નદીઓમાં સ્નાનની સાથે દાન દક્ષિણા આપવાથી ખૂબ જ ફાયદો થઈ શકે છે. તેની સાથે જ જો તમે તમારી રાશિ પ્રમાણે ઉપયુક્ત દાન કરશો તો તે ઉત્તમ લેખાશે. રાશિ અનુસાર દાન કરવાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે.

મેષ(અ,લ,ઈ) : કાળા તલ અને તેમાંથી બનાવાયેલી વસ્તુનું દાન કરવું શુભ
વૃષભ(બ,વ,ઉ) : સફેદ તલ, અથવા તેનાથી બનાવાયેલી વસ્તુ તેમજ ઘીનું દાન કરવું
મિથુન(ક,છ,ઘ) : ગોળનું દાન કરવાથી લાભ
કર્ક( ડ, હ) : ઘીનું દાન કરવું શુભ
સિંહ (મ,ટ) : લાલ ચંદન અને ગોળનું દાન કરવાથી લાભ
કન્યા(પ,ઠ,ણ) : ગોળનું દાન કરવું શુભ
તુલા(ર,ત) : સફેદ વસ્ત્રો અને ઘીનું દાન કરવાથી લાભ
વૃશ્રિક (ન,ય) : તાંબાના સિક્કા કે તાંબાનું પાત્રનું દાન કરવું શુભ
ધન(ધ,ભ,ફ,ઢ) : આખી હળદર અને ચોખાનું દાન કરવાથી લાભ
મકર(ખ,જ) : મકર રાશિના લોકોએ મગની દાળનું દાન કરવું શુભ
કુંભ( ગ,શ,સ) : લોકોએ કાળાં અળદની દાળનું દાન કરવાથી લાભ
મીન(દ,ચ,ઝ,થ) :પંચાગ એટલે કે પત્રનું દાન કરવું શુભ

 ઉત્તરાયણ એટલે સકારાત્મકતા
શાસ્ત્રો પ્રમાણે, દક્ષિણાયણને દેવોની રાત એટલે કે નકારાત્મકતા અને ઉત્તરાયણને દેવોનો દિવસ એટલે કે સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવ્યું છે. તેથી જ આ દિવસે જાપ, તપ, દાન, ધર્મ, સ્નાન, શ્રાદ્ધ, તર્પણ વગેરે જેવી ધાર્મિક ક્રિયાઓનું વિશેષ મહત્ત્વ છે. એવી ધારણા છે કે આ દિવસે આપવામાં આવેલું દાન સો ગણું વધીને પુન:પ્રાપ્ત થાય છે. આ દિવસે શુદ્ધ ઘી તેમજ ધાબડાંનુ દાન મોક્ષની પ્રાપ્તિ કરાવે છે.

ખરેખર તો ઉત્તરાયણની શરૂઆત 21 કે 22ના થઈ જતી હોય છે. જો કે લગભગ 1800 વર્ષ પહેલાં આ સ્થિતિ ઉત્તરાયણની સાથે જ થતી હતી, કદાચ ત્યારથી જ મકર સંક્રાંતિ અને ઉત્તરાયણને કેટલાક સ્થળોએ અક જ માનવામાં આવે છે. તામિલનાડુમાં તેને પોંગલ નામે ઉજવવામાં આવે છે. જ્યારે કર્ણાટક, કેરળ તથા આંધ્રપ્રદેશમાં તેને માત્ર સંક્રાંતિ જ કહેવાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન