in Sabarkanthas idar Make a Darshan of Vishnu temple
  • Home
  • Featured
  • દર્શન કરો સાબરકાંઠાના ઈડરમાં આવેલ વિષ્ણુ મંદિરના, Video

દર્શન કરો સાબરકાંઠાના ઈડરમાં આવેલ વિષ્ણુ મંદિરના, Video

 | 8:47 am IST

સાબરકાંઠામાં નિર્મિત શ્રી કૃષ્ણ મંદિરના દર્શન કરીશુ.જે ઓળખાય છે ચતુર્ભૂજ કૃષ્ણ ધામ તરીકે.પુરાણોમાં થયેલા વર્ણન અનુસાર શ્રી હરિ વિષ્ણુ ક્ષીરસાગરમાં શેષનાગની શૈયા પર સૂતેલા છે. પ્રભુના આવા ચતુર્ભૂજ સ્વરૂપના દર્શન આજે આપને કરાવીશુ.

આ પ્રાચીન વિષ્ણુ મંદિર સાબરકાંઠાના ઈડરમાં આવેલુ છે. ધામમાં દર્શન કરી અસંખ્ય ભક્તો પાપમુક્તિ કરે છે. તો આવો આ પ્રાચીન વિષ્ણુ મંદિરનો મહિમા જાણીએ.

ભગવાન વિષ્ણુનો અનોખો મહિમા છે. પોતાના ભક્તોની વિનંતી માનીને ભક્તોને અવાર નવાર દર્શન આપવા પૃથ્વી પર અવતરે છે. અને ભક્તોને પોતાની માયાનો મહિમા સમજાવી જાય છે.

ભગવાનના તમામ સ્વરૂપોને ભક્તો ભજે છે. ભગવાન વિષ્ણુના શ્રી કૃષ્ણ સ્વરૂપના અનેક મંદિરો આવેલા છે. આવું જ એક મંદિર એટલે સાબરકાંઠામાં ઈડરમાં આવેલ વિષ્ણુ મંદિર. દર્શન કરો આ પાવનકારી મંદિરના.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન