Make a visit to the Annapurna temple of Mahesana, Video
  • Home
  • Featured
  • દર્શન કરો મહેસાણાના અન્નપૂર્ણા મંદિરના, Video

દર્શન કરો મહેસાણાના અન્નપૂર્ણા મંદિરના, Video

 | 8:57 am IST

આસ્થાના પથ પર ચાલતા ચાલતા હવે કરીશુ અતિ પ્રાચીન અને કલ્યાણકારી માઈમંદિરના દર્શન. મહેસાણા જિલ્લાના મોદીપુર ગામમાં 1350 વર્ષ જૂનુ છે મા અન્નપૂર્ણાનું સ્થાનક જ્યાં ભક્તો જીવનની તમામ વિપદાથી મુક્તિ મેળવે છે. મા અન્નપૂર્ણાનું સ્વરુપ પરમ કલ્યાણી છે તેથી જ તો સંતાનપ્રાપ્તિની ઈચ્છા હોય કે રોગ નિવારણની કામના. મા અન્નપૂર્ણા પોતાના ભક્ત પર સદા કૃપા વરસાવે છે. તો આવો જાણીએ મહેસાણાના અન્નપૂર્ણા મંદિરનો મહિમા.

અન્નપૂર્ણા માતાનુ પુરાણોમાં વર્ણન છે તે મુજબ અન્નપૂર્ણા માતાએ શંકર ભગવાનને ભોજન કરાવ્યું હતું. અન્નપૂર્ણા માતાને અન્ન પૂરૂં પાડનારી દેવી માનવામાં આવે છે. અન્ન ઓછું થાય નહિ અને જોઇએ તેટલી ભરપૂરતા રહે એવું કરનારી માતા એ અન્નપૂર્ણા માતા.

મોટા જમણની રસોઇ આગળ કેટલાક શ્રદ્ધાળુ તે ખૂટે નહિ તે માટે ‘અન્નપૂર્ણા’નો પાઠ કરાવે અથવા તેના નામનો ઘીનો દીવો બાળે છે.આદિ શંકરાચાર્યએ મા અન્નપૂર્ણાની સ્તુતિમાં અન્નપૂર્ણા સ્તોત્ર રચ્યું છે. અન્નપૂર્ણા દેવીનો મહિમા અપરંપાર છે. માની પૂજા અર્ચના કરવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન