Make each of your dresses the best and trendy with the help of belts
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nari
  • બેલ્ટની મદદથી તમારા દરેક ડ્રેસને બનાવો બેસ્ટ અને ટ્રેન્ડી

બેલ્ટની મદદથી તમારા દરેક ડ્રેસને બનાવો બેસ્ટ અને ટ્રેન્ડી

 | 12:30 am IST
  • Share

વાત જ્યારે ફેશન એક્સેસરીઝની કરીએ ત્યારે બેલ્ટ ઉપર લોકોનું ફોકસ બહુ ઓછું જાય છે, પરંતુ ફેશનેબલ બેલ્ટને સ્ટાઇલિશ રીતે પહેરવામાં આવે તો તમારા આઉટફિટ અને લુકમાં ચાર ચાંદ લાગી જશે. બેલ્ટ સામાન્ય રીતે ઢીલા પેન્ટ કે જિન્સને ટાઇટ કરીને બાંધવા માટે પહેરવામાં આવે છે. એનાથી એક સ્ટેપ આગળ વધી તેને પહેરવાના નવા ટ્રેન્ડ પર ધ્યાન આપો. સિંગલ પીસ ડ્રેસ કે ટોપની સાથે બેલ્ટ કેરી કરવાથી લુકની સાથે હાઇટ પણ વધારે લાગશે. બેલ્ટની ફેશન આમ તો વેસ્ટર્ન છે પરંતુ મોડર્ન બેલ્ટ ટ્રેડિશનલ કમરબંધથી વધારે ઇન્ડિયામાં પોપ્યુલર છે. સાડીથી લઇને સ્કર્ટ અને ડ્રેસ બધામાં બેલ્ટનું કોમ્બિનેશન કરીને ગ્લેમરસ અને સ્ટાઇલિશ લુક મેળવી શકો છો. આમ પણ બજારમાં અનેક સ્ટાઇલિશ બેલ્ટ છે, જે અલગ અલગ વેરાઇટી, ટેક્સચર અને સ્ટાઇલના છે. સેલેબ્સ પણ ડિફર્ન્ટ લુક મેળવવા સ્ટાઇલિશ બેલ્ટનો ઉપયોગ કરે છે.  આજે આપણે એવા બેલ્ટની વાત કરીશું જેનો ઉપયોગ કરીને સિમ્પલ ડ્રેસને તમે ર્ગોિજયસ બનાવી શકો છો.

લેધર બેલ્ટને ખરીદવા પાછળ પૈસા વેડફવા માંગતા ન હોવ તો તમારા ભાઇ, પપ્પા કે બોયફ્રેન્ડના વોર્ડરોબમાંથી લઇ શકો છો. તમને બેલ્ટ સરળતાથી મળી જશે. બ્લેકને બદલે બ્રાઉન કલરનો લેધર બેલ્ટ પસંદ કરો. જે તમારા જૂના આઉટફિટમાં નવીનતા ભરી દેશે. એને તમારા પ્રિન્ટેડ ગાઉનની કે ડેનિમ સાથે ટ્રાય કરી શકો છો. લેધર બેલ્ટ સિમ્પલ ડ્રેસને યુનિક બનાવી દે છે.  

ચેન બેલ્ટ

પહેલાં સાડીની સાથે ચાંદીના કમરબંધની ફેશન હતી, પરંતુ બદલાતી ફેશનને લીધે કમરબંધની જગ્યા મોડર્ન બેલ્ટે લઇ લીધી છે. ટ્રેડિશનલ અને વેસ્ટર્ન આઉટફિટની સાથે ચેન બેલ્ટનું કોમ્બિનેશન સારું લાગે છે. સાડી કે વનપીસની સાથે ચેન બેલ્ટ પહેરવાથી હટકે લુક મળશે.  

બક્કલ બેલ્ટ

આજકાલ મોટા બક્કલવાળા બેલ્ટ ફેશનમાં છે. એમાં વિવિધ ડિઝાઇનનાં બક્કલ અવેલેબલ છે. આ બેલ્ટની ખાસિયત એ છે કે તેને સાડી, પેન્ટ, ગાઉન વગેરે જેવા આઉટફિટની સાથે કેરી કરી શકો છો. એનાથી તમારો લુક બદલાઇ જશે.  

બ્લેક કોર્સેટ બેલ્ટ

આ પ્રકારના બેલ્ટ પહેલાંના વખતમાં ધનાઢય પરિવારની મહિલાઓ ડ્રેસની સાથે પહેરતી હતી. જેથી સ્લિમ લુક મળે. હવે દરેક યુવતીઓ કોર્સેટ બેલ્ટ પહેરતી થઇ છે. તેને લોન્ગ ટીશર્ટ, ગાઉન, સ્કર્ટની સાથે પહેરી શકો છો.  

બીડેડ બેલ્ટ

 આઉટફિટ સિમ્પલ હોય તો એમાં ટ્વિસ્ટ એડ કરવા માટે બીડેડ બેલ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. આ બેલ્ટને તમે કોઇ લાઇટ ડ્રેસ, ગાઉન, ફ્રોક કે પછી વ્હાઇટ ટોપની સાથે પહેરી શકો છો. એનાથી એલિગન્ટ લુક મળશે.  

અલ્ટ્રા થિન બેલ્ટ

છોકરીઓના ફેવરિટ એકદમ પાતળા બેલ્ટ આજકાલ ટ્રેન્ડમાં છે. જો શર્ટ કે ટીશર્ટને ટ્રાઉઝરમાં ઇન કર્યા વગર પહેરી શકો છો તો આ પ્રકારના બેલ્ટનો ઉપયોગ કરો. જેનાથી તમારી કમર અને પેટ પાસેનો લુક ન બગડે. એક ઇંચ પહોળો આ બેલ્ટ સ્લિમ ટ્રાઉઝર, મેક્સી ડ્રેસ અને કફ્તાન ટોપની સાથે બહુ સ્માર્ટ લાગે છે.  

વાઇડ બેલ્ટ

આજથી થોડો વર્ષો પહેલાં વાઇડ બેલ્ટનો ટ્રેન્ડ હતો જે હવે પરત ફર્યો છે. સ્ટાઇલિંગમાં ઉપયોગ કરવામાં આવતા આ બેલ્ટ બહુ પહોળા હોય છે. તેને પહેરવાથી કમર પાતળી લાગે છે. ડ્રેસ, મેક્સી કે સ્કર્ટની ઉપર આ પ્રકારનો બેલ્ટ બહુ સ્ટાઇલિશ લાગે છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન