મોજાંમાંથી બનાવો સરસ મજાનું રૂપાળું રેબિટ - Sandesh
  • Home
  • Kids Corner
  • મોજાંમાંથી બનાવો સરસ મજાનું રૂપાળું રેબિટ

મોજાંમાંથી બનાવો સરસ મજાનું રૂપાળું રેબિટ

 | 12:05 am IST

મિત્રો પરીક્ષા પૂરી થવાને આરે છે અને વેકેશન હવે નજીકમાં છે. તો આ વેકેશનમાં રજાઓનો થોડો ઉપયોગ કરી કંઈક નવું બનાવતા શીખીશું, જેમાં તમારો સમય પણ પસાર થઈ જશે અને ઘરને સજાવવામાં પણ મજા આવશે. તો આજે આપણે બનાવીશું નકામા પડી રહેલાં મોજાંમાંથી સરસ મજાનું રેબિટ. આ માટે સૌ પ્રથમ જોઈશે, પગમાં પહેરવાના મોજાં, રૂ, બજારમાં મળતી રમકડાંની તૈયાર આંખ, જાડું પૂંઠુ, રંગીન લેસ, ગુંદર, ગુલાબી સ્કેચપેન, કાતર, સૌથી પહેલાં એક મોજાંના અડધા ભાગમાં ખાસ્સુ બધું રૂ ભરો અને ચિત્રમાં બતાવ્યા પ્રમાણે ગોળમટોળ આકાર આપો હવે રંગીન લેસ લો તેને ચિત્રમાં બતાવ્યા પ્રમાણે અડધા ભાગમાં રૂ ભરેલા મોજાંમાં બાંધી દો . હવે છેડાની બાજુ થોડી જગ્યા છોડી બાકીના અડધા ભાગમાં ફરી રૂ ભરો અને મોઢા જેવો આકાર આપો. ગોળ આકાર આપ્યા બાદ તેને પાતળી દોરીથી બાંધી દો. હવે બચેલા છેડાના ભાગને વચ્ચેથી કાતરની મદદથી કાપી દો અને વ્યવસ્થિત કરી કાન જેવો આકાર આપો. ત્યારબાદ તેના મોઢાનાં ભાગમાં આંખની જગ્યાએ ગુંદરની મદદથી આંખ ચોંટાડો. હવે આંખથી થોડા નીચેના ભાગમાં જાડું પૂંઠુ લઈ તેને ત્રિકોણ આકારમાં કાપી તેના પર ગુલાબી રંગ કરી નાકના ભાગમાં ચોંટાડો. નાક બનાવ્યા બાદ નાકનાં નીચેના ભાગ પર રૂની પાતળી અને નાની લાઈન કરીને ચોંટાડી તેના દાંત બનાવો. તૈયાર છે તમારું સરસ મજાનું રેબિટ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન