Make Green Tea Herbal Shampoo At Home For Thick Hair
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • ચમકદાર અને જાડાં વાળ માટે ઘરે બનાવો ગ્રીન ટી હર્બલ શેમ્પૂ

ચમકદાર અને જાડાં વાળ માટે ઘરે બનાવો ગ્રીન ટી હર્બલ શેમ્પૂ

 | 7:24 pm IST
  • Share

વાળની ​​સંભાળ માટે અઠવાડિયામાં 2 થી 3 વખત વાળ ધોવા જોઈએ. વાળ ધોવા માટે મહિલાઓ શેમ્પૂનો ઉપયોગ કરે છે. બજારમાં ઉપલબ્ધ શેમ્પૂમાં કેમિકલ્સ હોય છે. આવા શેમ્પૂથી વાળ ધોવાથી ક્યારેક સાઈડ ઇફેક્ટ્સ પણ થઈ શકે છે. વાળની ​​સંભાળ માટે હર્બલ શેમ્પૂ સારા માનવામાં આવે છે. સ્વસ્થ વાળ માટે તમે ઘરે જ હર્બલ શેમ્પૂ બનાવી શકો છો.

ત્યારે ચમકદાર વાળ મેળવવા માટે ગ્રીન ટીનું શેમ્પૂ ખૂબ સારું માનવામાં આવે છે. ગ્રીન ટી વાળને લગતી તમામ પ્રકારની સમસ્યાઓ દૂર કરે છે. એમાં પણ હોમમેઇડ હર્બલ શેમ્પૂ તમારા વાળને કોઈપણ રીતે નુકસાન નહીં કરે. ગ્રીન ટીમાંથી હર્બલ શેમ્પૂ કેવી રીતે બનાવવું તે જાણીએ.

ગ્રીન ટી શેમ્પૂના ફાયદા –

ગ્રીન ટીમાં એન્ટી-ઓક્સિડન્ટ્સ, વિટામિન બી, વિટામિન સી, એમિનો એસિડ અને ઝીંક જેવા પોષક તત્વો જોવા મળે છે, જે વાળના વિકાસમાં મદદ કરે છે. ગ્રીન ટીનો ઉપયોગ કરવાથી વાળમાંથી ડેન્ડ્રફની સમસ્યા દૂર થશે. ગ્રીન ટી શેમ્પૂથી વાળને મસાજ કરવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે, જેનાથી વાળને જાડા અને મજબૂત બને છે. ગ્રીન ટીનો ઉપયોગ વાળની ​​કુદરતી ચમક જાળવી રાખે છે. જો વાળની ચામડી પર ખંજવાળ આવતી હોય, તો ગ્રીન ટી શેમ્પૂનો ઉપયોગ કરી શકાય છે.

હર્બલ ગ્રીન ટી શેમ્પૂ બનાવવાની રીત –

ગ્રીન શેમ્પૂ સરળતાથી ઘરે બનાવી શકાય છે. શેમ્પૂ બનાવવા માટે, તમારે ગ્રીન ટીના પાંદડા, પીપરમિન્ટ તેલ, લીંબુનો રસ, નાળિયેર તેલ, મધ અને એપલ સીડર વિનેગરની જરૂર પડશે. શેમ્પૂ બનાવવા માટે, પહેલા ગ્રીન ટીના પાંદડાને સૂકવી લો અને પાવડર બનાવો. ગ્રીન ટી પાવડરમાં એક ચમચી એપલ સીડર વિનેગર ઉમેરો. આ મિશ્રણમાં પીપરમિન્ટ તેલના બે ટીપાં ઉમેરો. આ પછી, આ મિશ્રણમાં લીંબુનો રસ, નાળિયેર તેલ અને મધ મિક્સ કરો.

આ હોમમેઇડ હર્બલ શેમ્પૂ તમારા હાથમાં લો અને માથામાં સારી રીતે માલિશ કરો. તે પછી વાળને સ્વચ્છ પાણીથી ધોઈ લો. વાળની ​​સંભાળ માટે ગ્રીન ટી હર્બલ શેમ્પૂ શ્રેષ્ઠ છે.

હર્બલ શેમ્પૂનો ઉપયોગ બનાવ્યાના 2-3 દિવસ સુધી જ થઈ શકે છે, કારણ કે હર્બલ શેમ્પૂમાં કોઈપણ પ્રકારના પ્રિઝર્વેટિવ્સ હોતા નથી, જેના કારણે આ શેમ્પૂ 2 થી 3 દિવસમાં ખરાબ થઇ શકે છે. તેથી એક જ વારમાં ઘણું બધું શેમ્પૂ ન બનાવો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો