Ground nut bolls can eat in fast during Navratri make it this way
  • Home
  • Food & Travel
  • વ્રત કરો છો તો ફરાળમાં બનાવો શિંગદાણાના લાડુ

વ્રત કરો છો તો ફરાળમાં બનાવો શિંગદાણાના લાડુ

 | 11:09 pm IST

અનેક લોકો નવરાત્રિનું વ્રત કરે છે. આ દિવસોમાં ઉપવાસ કરે છે. જો તમે પણ ઉપવાસ કરતાં હોય તો ફરાળમાં સિંગદાણાના લાડુ બનાવો. તે સ્વાદમાં ટેસ્ટી અને આરોગ્યપ્રદ હોય છે. તે બનાવવામાં પણ સરળ છે.

સામગ્રીઃ
૫૦૦ ગ્રામ સેકેલા સીંગદાણા,
200 ગ્રામ ગોળ,
50 ગ્રામ ચોખ્ખું ઘી.
વાટેલી ઈલાયચીનો પાવડર બે ચમચી,
કાજુ-બદામ કતરેલા અડધો કપ,
કિશમિશ 50 ગ્રામ.

બનાવવાની રીત – સૌ પ્રથમ સીંગદાણાને હળવી આંચ પર શેકીને ઉતારી લેવા. પછી સહેજ ઠરે એટલે તેના છોતરા હાથથી મસળીને કાઢી નાંખવા. છાલ રહિત સિંગદાણાને મિક્સરમાં ક્ર્શ કરી લેવા. તેની સાથે સીંગદાણા, કાજુ-બદામ ક્રશ કરી લેવા. વધું ઝીણુ નહીં થોડું કરકરું રાખવું. એક પાત્રમાં તેને કાઢી લેવું. તેમાં કિશમિશ એલાઈચી પાવડર અને ગોળ એકદમ ઓગળી જાય તેવો મિક્સ કરવા. પછી ઘી સાઘારણ ગરમ કરીને નાખવું. મિશ્રણને બરાબર રીતે મિક્સ કરી લેવું. પછી તેના હાથ વળે નાના-નાના લાડુ વાળવા. આમાં ખજૂરના કટકા, સેકેલા શિંગોડાનો લોટ, સૂંઠ અને તલ કોપરું પણ નાંખી શકાય.

લાડુ તૈયાર છે પ્લેટમાં મૂકીને સર્વ કરો કે પછી ફરાળમાં લો.