Make India-Pakistan decision not on cricket match on border: VHP
  • Home
  • Sports
  • Cricket
  • ભારત-પાકિસ્તાનનો ફેંસલો મેચમાં નહીં બોર્ડર પર કરો: VHP

ભારત-પાકિસ્તાનનો ફેંસલો મેચમાં નહીં બોર્ડર પર કરો: VHP

 | 6:11 pm IST
  • Share

  • ભારત-પાકિસ્તાનને લઇ રાજનીતિની પિચ પર ગરમાવો
  • VHPએ મેચ રદ કરવાની માગ કરી
  • મેચ નહીં બોર્ડર પર ફેંસલો કરો: વીએચપી

આઇસીસી ટી-20 વર્લ્ડકપની શરૂઆત થઇ ગઇ છે અને ભારતને પોતાના સૌથી મોટા પ્રતિદ્વંદી પાકિસ્તાન વિરૂદ્ધ 24 ઓક્ટોબરે મેચ રમવાની છે. પરંતુ આ મેત પહેલા ન માત્ર ક્રિકેટના મેદાન પર પરંતુ રાજનીતિની પિચ પર પણ ગરમાવો આવી ગયો છે. ભારતના ઘણા લોકોનું માનવું છે કે ભારતે પાકિસ્તાન સાથે મેચ રમવી ન જોઇએ.

મેદાનમાં નહીં બોર્ડર પર ફેંસલો

કેન્દ્રીય મંત્રી ગિરીરાજ સિંહે પહેલા જ ભારત-પાકિસ્તાન મેચને લઇ નિવેદન આપી ચુક્યા છે. હવે વિશ્વ હિંદુ પરિષદ પણ આ મેચના પક્ષમાં નથી. વીએચપીનું કહેવું છે કે, કોઇ પણ ભોગે ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ રમાવી ન જોઇએ. હિંદુવાદી સંગઠનનું માનવું છે કે, બંને દેશો વચ્ચે હાર-જીતનો ફેંસલો ક્રિકેટના મેદાનમાં નહીં પરંતુ બોર્ડર પર સેના દ્વારા થવો જોઇએ.

વીએચપીના સંયુક્ત મહામંત્રી સુરેશ જૈને મીડિયા સાથેની એક વાતચીતમાં જણાવ્યું કે, ભારત સરકારને અપીલ છે કે, પાકિસ્તાનને સત્રુ દેશ ઘોષિત કરે. સાથે જ તેમનું કહેવું છે કે, પાકિસ્તાન આપણી સાથે દુશ્મની રાખે અને આપણે મિત્રતા રાખીએ. આ કેવી રીતે ચાલશે. જૈનએ કહ્યું કે કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા પ્રાયોજીત હિંદુઓને ટાર્ગેટ કરી મારવામાં આવી રહ્યા છે, આવામાં તે પાકિસ્તાન સાથે ક્રિકેટ કેવી રીતે રમાઇ શકાય.

સુરેશ જૈનએ કહ્યું કે જે પ્રકારે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં હિંદુઓ પર અત્યાચાર થઇ રહ્યા છે. તેને લઇ આંતરરાષ્ટ્રીય એજન્સીઓ શાંત છે અને સંપૂર્ણ રીતે ફેલ થઇ ગઇ છે. તેમણે કહ્યું કે, હાલમાં કોઇ સભ્ય દેશ પાકિસ્તાનમાં જઇને ક્રિકેટ રમવા માટે તૈયાર નથી અને જો પાકિસ્તાનની ટીમને અહિંયા બોલાવાશે તો ભારતીય સમાજ આક્રોષ વ્યક્ત કરશે. કોઇ પણ ભોગે આ મેચ રમાવી ન જોઇએ કારણ કે ક્રિકેટના મેદાનમાં રમવાથી દુશ્મનાવટ સમાપ્ત નહીં થાય.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો