જીવનને સકારાત્મક બનાવવું હોય તો ઊંઘ માટેના પણ હોય છે નિયમો - Sandesh
 • Home
 • Supplements
 • Nakshatra
 • જીવનને સકારાત્મક બનાવવું હોય તો ઊંઘ માટેના પણ હોય છે નિયમો

જીવનને સકારાત્મક બનાવવું હોય તો ઊંઘ માટેના પણ હોય છે નિયમો

 | 12:05 am IST

દિશા-જ્ઞાન

ઊંઘ દરેક વ્યક્તિને વહાલી હોય છે, આખા દિવસ દરમિયાનનો થાક ઉતારવા માટે ઊંઘ ખૂબ જ જરૂરી છે. મલમલના બ્લેનકેટમાં, ચોખ્ખી ચાદર પર સુવા મળે તો સારી ઊંઘ જ આવે ને ! પરંતુ ઘણી બાબતો એવી હોય છે, સારી ઊંઘ બાદ પણ ઊંઘ પૂરી ન થાય તેવું અનેક વાર બનતું હોય છે. પરંતુ આપણે સૂઇ જઇએ ત્યાર બાદ પણ ઘણી બાબતો એવી છે, જે આપણા જીવન પર વિપરીત અસર છોડે છે. ઊંઘ અને ઊંઘવાની પદ્ધતિને લઇને પુરાણો અને ધર્મશાસ્ત્રોમાં અમુક એ પ્રકારે વાતો કહેવામાં આવી છે કે જેનું પાલન કરવાથી માત્ર પોતાની ઊંઘમાં જ નહીં, પરંતુ તમારા જીવનમાં પણ તેની સકારાત્મકતા જોવા મળશે. તે માટેના અમુક નિયમો પણ છે, આવો તેના વિશે જાણીએ.

 • ખાલી ઘરમાં એકલા ન સૂવું જોઇએ, તથા મંદિર કે સ્મશાનમાં પણ ન સૂઇ જવું.
 • કોઇ સૂઇ ગયેલા મનુષ્યને અચાનક ન ઉઠાડવો જોઇએ.
 • વિદ્યાર્થી, નોકર અને ચોકીદાર. આ લોકો મોડા સુધી ઊંઘતા હોય તો, આ વ્યક્તિને ઉઠાડી લેવા જોઇએ.
 • સ્વાસ્થ મનુષ્યને આયુરક્ષાના હેતુ માટે બ્રહ્મમુહૂર્તમાં ઉઠાડવા જોઇએ.
 • ખૂબ જ અંધારું હોય તેવા ઓરડામાં ન સૂઇ જવું જોઇએ.
 • ભીના પગે સૂઇ ન જવું, સ્વચ્છ અને કોરા પગ કરીને સૂઇ જવાથી ધન-લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.
 • એંઠા મોઢાએ ન સૂઇ જવું, તથા જે પલંગ તૂટી ગયો હોય તેની પર પણ ન સૂઇ જવું.
 • કપડાં વિના ન સૂઇ જવુ.
 • પૂર્વની તરફ માથું રાખીને સૂઇ જવાથી વિદ્યા, પશ્ચિમની તરફ માથું રાખીને સૂઇ જવાથી ચિંતા, ઉત્તરની તરફ માથું રાખીને સૂવાથી હાનિ તથા દક્ષિણની તરફ માથું રાખવાથી ધન અથવા આયુની પ્રાપ્તિ થાય છે.
 • બને તો દિવસમાં ન સૂઇ જવું જોઇએ, પરંતુ જેઠ માસના બપોરના સમયમાં સૂઇ શકાય છે.

[email protected]