Make skin shine with dry brushing without spending a single rupee
  • Home
  • Fashion & Beauty
  • એક પણ રૂપિયાના ખર્ચ વગર ડ્રાય બ્રશિંગથી ત્વચાને બનાવો ચમકીલી

એક પણ રૂપિયાના ખર્ચ વગર ડ્રાય બ્રશિંગથી ત્વચાને બનાવો ચમકીલી

 | 5:31 pm IST

મહિલાઓ તેમની ત્વચાને સુંદર બનાવવા માટે અવનવા ઉપાયો કરતી રહે છે. જેનાથી સુંદરતા યથાવત રહે. કારણકે તેમની ત્વચા ડ્રાય અને બેજાન હશે તો લુક ખરાબ થઇ જશે. પરંતુ કેટલીક મહિલાઓ ચહેરાની સાથે-સાથે હાથ-પગ અને શરીર પરની ડેડ સ્કિન જમા થવાથી સ્કિન ડ્રાય અને બેજાન થઇ જાય છે. તેને કુદરતી રીતે ક્લિન કરવા માટે ડ્રાય બ્રશિંગનો ઉપયોગ સારો રહે છે. મહિલાઓ આજકાલ આ ઉપાયને ખૂબ પસંદ કરી રહી છે. ડ્રાય બ્રશિંગ દુનિયામાં સૌથી મોટી બ્યુટી ટ્રેંડસમાંથી એક છે. જેને બોલીવુડ અભિનેત્રીઓથી લઇને સામાન્ય મહિલાઓ પણ કરે છે. આજે અમે તમને ડ્રાય બ્રશિંગના ફાયદા અંગે જણાવવા જઇ રહ્યા છીએ.

ડ્રાય બ્રશિંગ શું છે?
તમે એવું વિચારી રહ્યા હશો કે આખરે આ ડ્રાય બ્રશિંગ શુ હોય છે તો ડ્રાયબ્રશિંગનો મતલબ છે કે તમારી ડ્રાય સ્કિનને બ્રશ કરવી જેથી તમારા ત્વચામાં સ્કિનમાં થનારા ડેડ સેલ્સ દૂર થઇ જાય છે. જે કોઇ ઇજા કે નુકસાન વગર ત્વચાના ડેડ સેલ્સને દૂર કરે છે. જેનાથી તમારી ત્વચા સોફ્ટ અને સુંદર થઇ જાય છે.

આ રીતે કરો ડ્રાય બ્રશિંગ
– સ્નાન કરવાના 10-15 મિનિટ બ્રશ લઇને ધીમે-ધીમે ત્વચા પર રગડો
– બ્રશને સર્કુલર મોશમાં ચલાવો
– આ રીતે આખી બોડી પર ડ્રાય બ્રશિંગ કરો.
– ત્યાર પછી નવશેકા પાણીથી સ્નાન કરી લો.
– સોફ્ટ કે સેંસીટિવ સ્કિવન પર બ્રશિંગ કરવામાં સાવચેતી રાખવી જોઇએ.

ડ્રાય બ્રશિંગના ફાયદા
– હેલ્ધી સ્કિન મેળવવા માટે સ્કિન એક્સફોલિએટ કરવી ખૂબ જરૂરી હોય છે. ડેડ સ્કિનથી નીકળનારી સ્કિન સ્વચ્છ અને ઇન્ફેક્શન ફ્રી થઇ જાય છે. તે સિવાય ત્વચાની ડલનેસ પણ ખતમ થઇ જાય છે. ડ્રાય બ્રશિંગથી ત્વચામાં ગ્લો આવે છે.
– ત્વચાની ડાર્કનેસને ડ્રાય બ્રશથી સાફ કરી શકાય છે. તેનાથી બ્લડ સર્કુલેશનમાં સુધારો થાય છે અને ત્વચા કુદરતી રીતે ગ્લો કરવા લાગે છે.
– દરેક મહિલાઓ અણગમતા વાળથી છૂટકારો મેળવવા માંગે છે. રોજ ડ્રાય બ્રશિંગનો ઉપયોગ કરવાથી આ સમસ્યાથી છૂટકારો મળે છે.
– તમે ડ્રાય બ્રશિંગ કરો છો તો તેનાથી એનર્જી કુદરતી રીતે વધે છે કારણકે ડ્રાય બ્રશિંગથી બ્લડ સર્કુલેશન વધે છે. જેનાથી એનર્જી પણ વધવા લાગે છે. જેથી તેનાથી રોજ સવારે રુટિનમાં તેને સામેલ કરો.

ધ્યાન રાખવાની વાત
– બ્રશ સોફ્ટ અને હેન્ડલ વાળુ હોવું જોઇએ.
– સ્કિન અને ઘા પર કોઇપણ પ્રકારની એલર્જી હોય તો બ્રશિંગ ન કરો.
– બ્રશને ભીનું ન કરવું તેને ડ્રાય રાખીને જ ઉપયોગ કરો.
– બ્રશની સ્વચ્છતા ખૂબ જરૂરી છે. અઠવાડિયામાં એક વખતે સાફ જરૂર કરો.
– આ દરમ્યાન ત્વચા પર વધારે પ્રેશન ન કરો.