Fasting food make tasty and healthy dariyai Bhaji at home
  • Home
  • Featured
  • ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતમાં બનાવો સ્વાદિષ્ટ દરિયાઇ ભાજી

ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતમાં બનાવો સ્વાદિષ્ટ દરિયાઇ ભાજી

 | 12:11 pm IST

આપણે ત્યાં દરેક તહેવાર માટે અલગથી વ્રત પ્રમાણે ભોજન બનાવવામાં આવે છે આજે જયા પાર્વતી વ્રત શરૂ થઈ રહ્યુ છે. કુંમારીકાઓ અને નાની બાળકીઓનું ગૌરી વ્રત એટલેકે ગોર ચાલી રહી છે, ત્યારે એકટાણામાં દેરકે ઘરે બનાવવામાં આવે છે દરિયાઈ ભાજી.

ખારી ભાજીમાંથી ભજીયા, સેવા ઉપરાંત પાપડી અને કાતરી પણ બને છે. આ ભાજી સ્વાદિષ્ટ હોઈ ઉપવાસમાં બાળાઓ માટે આશિર્વાદ સમાન બની રહે છે.તો આજે આપણે સ્વાદિષ્ટ અને જલ્દી બની જતી દરિયાઈ ભાજી બનાવતા શિખીશું.

દરિયાઇ ભાજી બનાવવા જોશે સામગ્રી

દરિયાઇ ભાજી બનાવવાની પદ્ધતિ

દરિયાઇ ભાજી સાફ કરી.ધોઇને નિતારી દેવી. આ સીઝઃન માં દરિયામાં ઉગતી ભાજી સ્વાદમાં ખારી(નમકીન) હોય છે માટે આ વ્રતમાં ખાવામાં લેવામાં આવે છે. એક બાઉલમાં ઘંઉનો લોટ , દહી ,લીંબુનો રસ, ખાંડ ,મરી પાવડર ,ભાજી નાંખી પાણીથી ખીરૂ બનાવવુ, ભજિયા જેવુ રાખવુ ,10થી 15 મિનિટ રેસ્ટ આપવો. ગેસ પર તેલ ગરમ કરવા મુકવુ. તેલ ગરમ કરી મીડીયમ તાપે વડા (ભજિયા)જેવુ તેલ માં કિસ્પી ગોલ્ડન બ્રાઉન તળી લેવુ અને ગરમાગરમ વડા દહી સાથે સર્વ કરવુ.

કેટલાક લોકો આને ફક્ત ભાજી તરીકે પણ બનાવે છે તેમાં આપણે જે રીતે મેથીની ભાજી બનાવીએ તે જ રીતે આ ભાજીને તૈયાર કરવામાં આવે છે. કેટલાક લોકો આમાં લોટ નાખ્યા વગર સાદી ભાજી બનાવે છે. તમે તમારી જરૂરિયાત અને પસંદગી પ્રમાણે દરિયાઈ ભાજી બનાવી શકો છો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન