ઉત્તર ભારતીય દહીંવડાની સ્વાદ મોંમા રહી જશે, બનાવો આ રીતે - Sandesh
NIFTY 10,799.85 -17.85  |  SENSEX 35,548.26 +-73.88  |  USD 67.9850 -0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Travel
  • ઉત્તર ભારતીય દહીંવડાની સ્વાદ મોંમા રહી જશે, બનાવો આ રીતે

ઉત્તર ભારતીય દહીંવડાની સ્વાદ મોંમા રહી જશે, બનાવો આ રીતે

 | 2:37 pm IST

ઉત્તર ભારતીય દહીં વડા એ ખાસ વાનગી છે જે દહીંભલ્લા તરીકે પણ ઓળખાય છે. ઉત્તર ભારતની શેરીઓમાં આ ખાસ લોકપ્રિય છે. તેની આગવી શૈલીને કારણે ઉત્તર ભારત ચાટમાં મશહૂર છે. જો કે દહીવડા દેશના જુદા જુદા ભાગોમાં વિવિધ નામોથી ઓળખાય છે. તે મસાલેદાર મસૂરના અને તેને મધુર દહીંમાં ડુબાડવામાં આવે છે અને તે ધાણા ચટની અને આંબલીની ચટણી સાથે ટોચ પર છે. લગ્ન પ્રસંગે ઉત્તર ભારતીય દહીંવડા મનપસંદ સ્ટાર્ટર બની રહે છે.

આ દહીં વડા રેસીપી કરવા માટે અગાઉથી આયોજન જરૂરી છે. કેવી રીતે બનાવશો ઉત્તર ભારતીય દહીંવડા જાણી લો અહિં..

જોઈતી સામગ્રી :
ફોતરા વગરની અડદ દાળ 1 કપ


મીઠું – 1½ ટીસ્પૂન
હિંગ – ½ ટીસ્પૂન
બેકિંગ પાવડર – ½ ચમચી
શેકેલા જીરું – 1 ટીસ્પૂન
ધાણાજીરૂં- સ્વાદ અનુસાર
તેલ – 1 કપ – ફ્રાઈંગ માટે
પાણી – 1 ગ્લાસ
જાડું દહીં – 400 ગ્રામ
સુગર – 3 ટીસ્પૂન


મરચાંની પાવડર – ½ ચમચી
ચાટ મસાલા – 1 ટીસ્પૂન
ગરમ મસાલા – ¼ ટીસ્પૂન
આંબલીની ચટણી – 2 ટેબલસ્પૂન
ધાણા ચટણી – 1 ટેબલસ્પૂન
દાડમ બીજ – ગાર્નિંગ માટે
બીટ – ગાર્નિસ માટે પાતળી કતરી કરીને તૈયાર રાખવું

કેવી રીતે બનાવશો.. રીત :
1. અડદદાળને રાતે પલાળી પછી તેમાંથી પાણી નિતારી લો. પછી તેને મિક્સરમાં લો. 1 ટીસ્પૂન મીઠું, થોડી જ હિંગ અને ½ ચમચી બેંકિંગ પાવડરને તે જારમાં ઉમેરો અને તેને થોડી રફ ટેક્ષ્ચરમાં મિશ્રણ થાય તે રીતે ક્ર્શ કરો. આમ ખીરૂ તૈયાર થઈ જશે.

2. એક વાટકીમાં મિશ્રણ તૈયાર કરો. શેકેલા જીરું અને ધાણાજીરૂને મિશ્રણમાં ઉમેરો. મિશ્રણ પર કોથમીરનો છંટકાવ કરીને સારી રીતે મિશ્રણ કરો.

3. હવે એકદમ તેલને ગરમ કરો અને તેમાં ખીરૂમાંથી તૈયાર કરેલા વડાને ફ્રાય કરો જ્યાં સુધી તેઓ સોનારી બદામી ન થાય. વડા પર પાણી રેડીને તેને 5 મિનિટ સુધી રહેવા દો.

4. દરમિયાન, એક બાઉલમાં દહીં લો અને તેમાં ખાંડ ઉમેરો. તેને સારી રીતે ફેટી લઈને મિક્સ કરી લો. જેથી તે એકદમ નરમ થઈ જાય.

5 હવે વડાને દબાવીને તેમાથી અધિક પાણીને દૂર કરો.

6. પાણી નિતારેલા વડાને એક બાઉલમાં મૂકો અને તેના પર ગળ્યું નરમ દહીં રેડો. તેના પર મરચાંની પાવડર, ચાટ મસાલા, ગરમ મસાલા, ½ ચમચી મીઠું, આમચુર ચટણી કે આંબલીની ચટણી અને કોથમીર ચટણી ઉમેરો.

7. દાડમ બીજ અને કોથમીર અને બીટની પાતળી કતરી સાથે તેને સુશોભીત કરીને પિરસો

ન્યૂટ્રીશન વેલ્યૂ :
કૅલરીઝ – – 191
ચરબી – 9.6 જી
પ્રોટીન – 6.3 ગ્રામ
કાર્બોહાઈડ્રેટ – 28.9 ગ્રામ
સુગર – 3.8 ગ્રામ
ફાઇબર – 2.4 ગ્રામ