Make the house beautiful by choosing a glassdoor for the door
  • Home
  • Featured
  • દરવાજા માટે ગ્લાસડોરની પસંદગી કરી ઘરને બનાવો સુંદર  

દરવાજા માટે ગ્લાસડોરની પસંદગી કરી ઘરને બનાવો સુંદર  

 | 9:14 am IST

હોમ ટિપ્સ :- તૃષા દવે

હાલના સમયની વાત કરીએ તો ઘરને શણગારવા માટે અનેક નિતનવી આધુનિક વસ્તુઓ બજારમાં મળી રહે છે. આ આધુનિક સમયમાં ઘરને શણગારવા માટેનું રાચરચીલું એટલું સુંદર હોય છે કે બે ઘડી તેને જોતા જ રહીએ. ઘરને સુંદર બનાવવા માટે અત્યાર સુધીમાં આપણે ઘણી વસ્તુઓ વિશે જાણ્યું. એ જ રીતે ફરી આજે તમારા ઘરને શણગારવા માટેનો એક નવતર પ્રયોગ લઈને આવ્યા છીએ. આજે આપણે વાત કરીશું ગ્લાસડોરની.

પહેલી નજરમાં આ એક સામાન્ય વસ્તુ જ લાગે. પણ જો ગ્લાસડોરની યોગ્ય રીતે પસંદગી કરવામાં આવે તો તે તમારા ઘરની સુંદરતામાં ચાર ચાંદ લગાવી શકે છે. પહેલાંના સમયમાં દરેક ઘરમાં ફરજિયાતપણે લાકડાના જ દરવાજા રાખવામાં આવતા એ પણ પાછા જૂની ઢબના. પણ હવે સમય બદલાયો છે અને સમય સાથે પસંદગી પણ. હવે લોકો દરવાજાની ડિઝાઈન સાથે તેના મટીરિયલમાં પણ ઘણો બદલાવ આવ્યો છે.

વાત કરીએ ગ્લાસડોરની તો તેમાં પણ અનેક ડિઝાઈન અને મટીરિયલ્સ બજારમાં જોઈએ તેટલાં મળી રહે છે. તમે તમારા ઘરમાં સેમી ગ્લાસ ડોર, પ્રિન્ટ ગ્લાસ ડોર, ડિઝાઈન ગ્લાસ ડોર, સ્ક્વેર સેપ ગ્લાસડોર, ફુલ લેન્થ ગ્લાસડોર આવી અનેક વેરાઇટીમાં ગ્લાસડોરની પસંદગી કરી શકો છો અને હવે તો ફુલ લેન્થ ગ્રીલ ગ્લાસડોર ખૂબ જ ચલણમાં છે. જે જગ્યા પણ ઓછી રોકે છે અને દેખાવમાં પણ સુંદર લાગે છે. આ ઉપરાંત પ્રિન્ટ ગ્લાસડોર પણ ખૂબ ટ્રેન્ડમાં છે. પ્રિન્ટ ગ્લાસડોરમાં તમે તમારી મરજી મુજબ કોઈપણ મનપસંદ ચિત્રની પસંદગી કરી તેને ગ્લાસ ડોરમાં સ્થાન આપી શકો છો. આ પ્રિન્ટ ગ્લાસડોર તમારા ઘરની શોભામાં વધારો કરી દેશે. આ ઉપરાંત સેમી ગ્લાસડોર પણ ઈન ટ્રેન્ડ છે. તેમાં અડધું વૂડન અને અડધા ગ્લાસવાળાં ડોર હોય છે.

તેમાં ઉપરની બાજુ ગ્લાસ હોય છે અને નીચેની બાજુ વૂડન ડિઝાઈન હોય છે. આ સાથે તમને ડોર માટેના ગ્લાસમાં પણ અનેક વેરાઈટી મળી રહેશે. તમે તમારા ઘરના દરવાજા માટે દુધિયો ગ્લાસ, ટ્રાન્સપરન્ટ ગ્લાસ અને કલર ગ્લાસ જેવાં ઘણાં ઓપશન્સ મળી રહેશે. આમ હાલમાં ઘરના દરવાજા માટે ગ્લાસડોર બેસ્ટ ઓપ્શન છે. તે તમારા ઘરની સુંદરતામાં વધારો તો કરશે જ અને તમારા બજેટમાં પણ મળી રહેશે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન