પરસેવા દ્વારા મેકઅપ નીકળી જાય તો અપનાવો આ ટિપ્સ - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • પરસેવા દ્વારા મેકઅપ નીકળી જાય તો અપનાવો આ ટિપ્સ

પરસેવા દ્વારા મેકઅપ નીકળી જાય તો અપનાવો આ ટિપ્સ

 | 1:51 am IST

મેકઓવર :- શહનાઝ હુસૈન

સુંદર દેખાવું અને સુંદર દેખાવા માટે વિવિધ પ્રકારની કોસ્મેટિક વસ્તુઓનો ઉપયોગ કરવો દરેક મહિલાને ગમે છે. ઘણી મહિલાઓ વિવિધ પ્રકારના નિયમિત રીતે ફેસિયલ કરાવતી હોય છે, જેના કારણે તેમની ત્વચા સારી રહે અને તેઓ સુંદર દેખાઇ શકે. પરંતુ દરેક મહિલાની ત્વચા એ પ્રકારની નથી હોતી, કે તેઓ બ્યુટી ટ્રીટમેન્ટ કરાવીને સુંદર દેખાવ મેળવી શકે. ઘણી મહિલાઓ બાહ્ય સુંદરતા માટે કોસ્મેટિક પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. તેમાં તેઓ કોમ્પેક પાઉડર, આઇલાઇનર, કાજલ, લિપસ્ટિક વગેરે જેવી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. પરંતુ જ્યારે ગરમીની કે ચોમાસાની સીઝન હોય ત્યારે પરસેવો થતો હોય છે, તથા વાતાવરણ પણ સામાન્ય રીતે ભેજવાળું રહે છે. જેમાં આ પ્રકારની કોસ્મેટિક વસ્તુઓનો ઉપયોગ કરતી વખતે થોડું વિશેષ ધ્યાન આપવું પડે છે. આવો તો કોસ્મેટિક બ્યુટી કેવા પ્રકારની અને કેવી રીતે યુઝ કરવી તેના વિશે જાણીએ.

જે મહિલાને સામાન્ય સીઝનમાં પણ પરસેવો વધુ થતો હોય, કે વાતાવરણ ભેજવાળું હોય ત્યારે મેકઅપ કરવો હોય તો, બરફના ટુકડાને ચહેરા પર હળવા હાથે ઘસો. ૫થી ૭ મિનિટ સુધી બરફ ઘસો, ત્યાર બાદ કોટનના કાપડથી હળવા હાથે ચહેરો લુછી લો. ત્યાર બાદ મેકઅપ કરો. અથવા જો ઉતાવળ હોય અને બરફ ઘસવાનો સમય ન હોય તો ઠંડા પાણીથી ચહેરો ધોઇ પણ શકો છો.

ભેજવાળા વાતાવરણ દરમિયાન પાણીવાળી પ્રોડક્ટનો ઉપયોગ ન કરો. આવા સમયે તમે વોટરપ્રૂફ મેકઅપ કોસ્મેટિક્સનો ઉપયોગ કરી શકો છો. એટલે કે ગરમ અને ભેજવાળી સીઝનમાં વોટરપ્રૂફ મસ્કરા અને આઇ લાઇનર્સનો ઉપયોગ કરો. તથા વોટરપ્રૂફ લિપસ્ટિક અને લિપલાઇનરનો ઉપયોગ કરો.

આ સીઝનમાં લિપસ્ટિક કરતાં પહેલાં લિપલાઇનર કરો, લિપલાઇનર કર્યા બાદ સાધારણ તેને હોઠ પર પણ લગાવો. જેથી તે રંગનો બેઝ બનશે. ત્યાર બાદ લિપસ્ટિક લગાવો, લિપસ્ટિકની પસંદગી કરતી વખતે ખાસ ધ્યાન રાખો કે તમે જે લિપસ્ટિક લગાવી રહ્યાં છો, તે મેટ કલરમાં હોવી જોઇએ. ત્યાર બાદ તમારે શાઇનર લગાવું હોય તો તમે લગાવી શકો છો.