make your hair from white to black by using turiya vegetables
  • Home
  • Fashion & Beauty
  • આ એક શાકભાજીથી સફેદ વાળ ફટાફટ કાળા થઈ જશે

આ એક શાકભાજીથી સફેદ વાળ ફટાફટ કાળા થઈ જશે

 | 4:54 pm IST

યુવક હોય કે યુવતી આજના સમયમાં બધાને સફેદ વાળની સમસ્યા સતાવે છે. યુવકોને તો ઠીક, પણ યુવતીઓ માટે સફેદ વાળ સૌથી મોટું ટેન્શન બની જાય છે. તો યુવકોને યુવાનીમાં જ ટાલિયા થઈ જવાનું શરૂ થઈ જાય છે. જેને કારણે તેઓ ડોક્ટર્સ પાસે જઈને હજારો રૂપિયા ખર્ચી નાખે છે. તો તેઓ ઘરેલુ નુસ્ખા અપનાવીને પણ થાકી જાય છે. આવામાં અમે તમને એવો ઉપાય બતાવીશું, જેનાથી તમારા વાળ ન માત્ર કાળા થશે, પરંતુ તેને સ્વાસ્થ્ય સંબંધી અન્ય ફાયદાઓ પણ થશે.

તુરિયાનું શાક તો આપણે બધા જ જાણીએ છીએ. તે ભલે ખાવામાં ટેસ્ટી ન લાગે, પણ તે આપણા શરીર માટે જીવની જેમ છે. તુરિયાનું શાક મોટાભાગના ઘરોમાં બને છે. પરંતુ સામાન્ય જેવા લાગતા આ શાકમાં અનેક ગુણકારી ગુણો છે. કેમ કે, તેમાં જે તત્ત્વ મળી આવે છે, તે બહુ જ ઓછા શાકભાજીમાં હોય છે. તુરિયામાં ડાઈટરી ફાયબર, આયર્ન, મેગ્નેશિયમ, ઝિંક સારી માત્રામાં મળે છે. તો બીજી તરફ ફેટ, કોલેસ્ટ્રોલ તથા કેલેરીઝની માત્રા તેમાં બહુ જ ઓછી હોય છે, જેથી વજન ઘટાડવા માટે તે આદર્શ શાકભાજી કહી શકાય. પરંતુ વાળ માટે પણ તેટલુ જ ગુણકારી છે. અસમયે આવતી જવાની અને ઓછી ઉંમરમાં વાળ સફેદ થવું વાળ માટે બહુ જ લાભકારી છે. તેના માટે આ એક કામ કરો.

તુરિયાનો વાળ માટે ઉપયોગ
વાળ કાળા કરવા માટે તુરિયાના ટુકડાને છાયડામાં સૂકવી દો. બાદમાં તેને ક્રશ કરી લો. હવે આ પેસ્ટમાં નારિયેળ તેલમાં મિક્સ કરીને 5 થી 6 દિવસો સુધી રાખો. હવે તેને ઉકાળી લો, બાદમાં તેને ગાળીને એક બોટલમાં ભરી દો. જ્યારે પણ વાળમાં લગાવવું હોય ત્યારે તેને હળવું ગરમ કરીને વાળમાં માલિશ કરો. આવું નિયમિત કરવાથી સફેદ વાળ ધીરે ધીરે કાળા થતા જશે.

તુરિયાના અન્ય ફાયદા
આદિવાસી ક્ષેત્રોમાં તુરિયા અમૃતની જેમ કહેવાય છે. ગરમીઓમાં તે આદિવાસી વિસ્તારોમાં સૌથી સારા બને છે. આ કારણે જ આદિવાસી સ્ત્રી-પુરુષોના વાળ ઘટાદાર અને સુંદર હોય છે. સાથે જ તેમના વાળ ઉંમરથી વહેલા સફેદ પણ નથી થતા.