make your hair silky and shiny with hot milk tips
  • Home
  • Fashion & Beauty
  • 20 મિનીટમાં વાળને ચમકીલા-સિલ્કી બનાવશે ગરમ દૂધનો આ નુસ્ખો

20 મિનીટમાં વાળને ચમકીલા-સિલ્કી બનાવશે ગરમ દૂધનો આ નુસ્ખો

 | 11:51 am IST

આજકાલ વધતા પ્રદૂષણ તથા અનિયમિત ખાણીપીણીથી વાળ રુક્ષ અને બેજાન થઈ જાય છે. આવામાં વાળની સુંદરતા અને મજબૂતી બનાવા રાખવા માટે લોકો કેમિકલવાળા કન્ડિશનરનો વધુ ઉપયોગ કરે છે. પરંતુ માર્કેટમાં મળતા કન્ડિશનર થોડા સમય માટે જ વાળને ચમકદાર બનાવે છે. તો બીજી તરફ, તેનો સતત પ્રયોગ વાળને નુકશાન પહોંચાડી શકે છે.

આવામાં વાળને કન્ડિશનિંગ વગર પણ રાખી શકાતા નથી. તેથી તમે ઘરેલુ નુસ્ખાથી ડીપ કન્ડિશનિંગ સરળતાથી કરી શકો છો. આ એક પ્રકારનું આર્યુવેદિક ડીપ કન્ડિશનર છે. જેનો પ્રયોગ તમે 20 દિવસમાં એકવાર કરી શકો છો. તમે આ કન્ડીશનરને જાતે જ ઘરે બનાવી શકો છો, તથા 20 મિનીટમાં વાળને ડીપ કન્ડિશનિંગ કરી શકો છો.

આવી રીતે બનાવો અને લગાવો
અડધો વાટકી મહેંદી પાવડર લઈને તેમાં ગાયનું ગરમ દૂધ ઉમેરીને પાતળું લેપ બનાવી લો. તેને સારી રીતે મિક્સ કરી લો. જ્યારે આ લેપ ઠંડું થઈ જાય ત્યારે વાળના મૂળમાં લગાવી લો. 2 મિનીટ સુધી તેને વાળમાં છોડીને કોઈ આયુર્વેદિક શેમ્પૂ દ્વારા વાળને ધોઈ લો. આ ડીપ કન્ડિશનર દ્વારા તમારા વાળને પોષણ તો મળશે, પણ સાથે તેમાં બાઉન્સ પણ આવશે.