SBIમાં આ રીતે બનાવો સરળતાથી તમારો ફોટાવાળો ડેબિટકાર્ડ - Sandesh
  • Home
  • Business
  • SBIમાં આ રીતે બનાવો સરળતાથી તમારો ફોટાવાળો ડેબિટકાર્ડ

SBIમાં આ રીતે બનાવો સરળતાથી તમારો ફોટાવાળો ડેબિટકાર્ડ

 | 1:26 pm IST

SBI તેના ગ્રાહકોને સારી સેવા પૂરી પાડવા માટે દરેક સમયે નવા પ્રયાસો કરે છે. ગ્રાહકોને સારી સેવાઓ આપતા, SBIએ દેશના 143 શાખાઓને ડિઝિટલ બનાવી દીધુ છે. SBIની આ બ્રાન્ચ અદ્યતન ટેકનોલોજીથી સજ્જ છે. અહીં અઠવાડિયા અને મહિનાઓમાં થનાર કામ થોડી મિનિટોમાં જ થઇ જાય છે. અહીંથી તમે તમારા ફોટો સાથે ડેબિટ કાર્ડ પણ બનાવી શકો છો, આ માટેની સરળ પ્રક્રિયા છે

આ કાર્ડ બનાવવા માટે, ગ્રાહકોને SBIinTOUCH શાખામાં એક એકાઉન્ટ ખોલવું પડશે.ખાસ વાત એ છેકે આ બ્રાન્ચમાં તમારે ખાતું ખોલવા માટે લાંબી લાઇન લેવી પડશે નહીં. તમે અહીં મિનિટમાં જ એકાઉન્ટ ખોલી શકો છો. જેના માટે તમારે વધુ તકલીફો પણ રહેશે નહીં

બેન્કિંગ સેવાઓ ઉપરાંત, આ બ્રાન્ચમાં, તમે SBIની સહયોગી કંપનીઓ જેવી કે લાઇફ ઇન્શ્યોરન્સ, જનરલ ઇન્શ્યોરન્સ, મ્યુચ્યુઅલ ફંડ, ક્રેડિટ કાર્ડ્સ અને SBI કેપ સિક્યોરિટીઝથી ઓનલાઈન ટ્રેડિંગ સંબંધિત તમામ કામ કરી શકો છો.

sbiINTOUCH બ્રાન્ચમાં બચત ખાતું, ચાલુ ખાતું, PPF એકાઉન્ટ વગેરે ખોલી શકો છો. એકાઉન્ટિંગ કિઓસ્ક (AOK) દ્વારા તમામ કામ કેટલાક બટનો દબાવીને પૂર્ણ કરી શકાય છે.

SBIની આ શાખાઓમાં, તમે 24-કલાક સુધી ચેક ડિપોઝિટ કરી શકો છો , પાસબુક પ્રિન્ટ કરી શકો છો સાથે જ કેસ જમા પણ કરી શકો છો. તેમજ આ તમામ સુવિધાઓ માટે તમારે તમારી બ્રાન્ચ પર જવાની જરૂર પણ રહેશે નહીં. તમે કોઇ પણ બ્રાન્ચ પરથી આ સુવિધા મેળવી શક્શો.