MakeUp Artist Girl Filed Complain Against Film AD and His Brother
  • Home
  • Ahmedabad
  • ગુજરાતી ફિલ્મ એસો.ડાયરેક્ટર અને તેના ભાઈ પર ગેંગરેપનો આરોપ, શૂટિંગના બહાને લઈ જઈ….

ગુજરાતી ફિલ્મ એસો.ડાયરેક્ટર અને તેના ભાઈ પર ગેંગરેપનો આરોપ, શૂટિંગના બહાને લઈ જઈ….

 | 6:49 pm IST

ગુજરાતમાં યુવતીઓ પર હવસનો શિકાર બનાવવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અને હાલ હવે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ઉપર પણ દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. ફિલ્મોમાં મેકઅપ આર્ટિસ્ટ તરીકે કામ કરતી યુવતીએ ફિલ્મનાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર અને તેના ભાઈ વિરુદ્ધ ગેંગરેપની ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં રહેતી અને ફિલ્મોમાં મેકઅપ આર્ટિસ્ટ એવી 18 વર્ષીય યુવતીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગુજરાતી ફિલ્મ એસોસિયેટ ડાયરેક્ટર હાર્દિક સતાસીયા અને તેના પિતરાઈ ભાઈ વિમલ સતાસીયા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. યુવતીએ આરોપ લગાવ્યો છે કે, શૂટિંગના બહાને અલગ-અલગ સ્થળે લઈ જઈને તેના પર ગેંગરેપ ગુજાર્યો હતો.

એસોસિએટ ડાયરેક્ટરે લગ્નની લાલચ આપી ફિલ્મ શૂટિંગના બહાને દ્વારકા, રાજકોટ, દિવ, ધારી વગેરે સ્થળોએ હોટલમાં તેમજ અમરેલીના ભાડેલ ગામે લઇ જઇ બંને ભાઈઓએ 6 માસ પહેલા દુષ્કર્મ કર્યાનું જણાવ્યું છે. ગત વર્ષે ડિસેમ્બરમાં અમરેલી જિલ્લાના ભાડેલ ગામે ફિલ્મ શૂટિંગ માટે ગયેલી યુવતીને આરોપી હાર્દિક પોતાના કાકાના ઘરે રોકાવા લઈ ગયો હતો. ત્યાં રાત્રીના સમયે યુવતીનું મોં દબાવી, હાથ પગ પકડી હાર્દિક અને તેના પિતરાઈ ભાઈ વિમલ સતાસીયાએ દુષ્કર્મ કર્યું હતું. આ ઘટના અંગે કોઈને ન કહેવા નહી તો જાનથી મારવાની આરોપીએ ધમકી આપી હતી.

આ ઉપરાંત યુવતીએ આરોપ લગાવ્યો હતો કે, તે ગેંગરેપને કારણે 3 વખત ગર્ભવતી થઈ હતી. ત્યારે તેને દવા પીવડાવી ગર્ભ પડાવી દીધો હતો. એટલું જ નહીં, યુવતીના પિતા નિવૃત થતાં 9.60 લાખ રૂપિયા પણ બંને ભાઈઓએ પડાવી લીધો હોવાનો આરોપ લગાવ્યો હતો. હાલ ચાંદખેડા પોલીસે યુવતીની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ વીડિયો પણ જુઓઃ ‘આત્ન નિર્ભર ભારત માટે દિવસ રાત એક કરીશું’ PM મોદી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન