NIFTY 10,085.40 -1.20  |  SENSEX 32,272.61 +30.68  |  USD 64.0725 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • SCએ કેન્દ્રને કર્યો સણસણતો સવાલ : કઈ રીતે Aadharને બનાવી શકાય છે ફરજિયાત?

SCએ કેન્દ્રને કર્યો સણસણતો સવાલ : કઈ રીતે Aadharને બનાવી શકાય છે ફરજિયાત?

 | 2:59 pm IST

અનેક સરકારી યોજનાઓ માટે આધારકાર્ડને અનિવાર્ય બનાવવા માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકારને સવાલ કર્યો છે કે જ્યારે અમે સરકારી યોજના માટે આધારકાર્ડને વૈકલ્પિક કરવાનો આદેશ આપ્યો છે તો તમે કઈ રીતે આધાર કાર્ડને અનિવાર્ય બનાવી શકો છો ?

સુપ્રીમ કોર્ટે પરમાનન્ટ એકાઉન્ટ નંબર (પેન) કાર્ડ માટે આધાર અનિવાર્ય બનાવવા કેન્દ્રના નિર્ણય સામે સવાલ કર્યો છે. અટોર્ની જનરલે આધાર પર કેન્દ્રના પગલાઓને યોગ્ય ગણાવીને કહ્યું છે કે ઘણી કંપનીઓ નકલી પેન કાર્ડનો ઉપયોગ પોતાના ભ્રષ્ટાચારને છૂપાવવા કરે છે. અટોર્ની જનરલ મુકુલ રોહતગીએ કેન્દ્રનનો પક્ષ રજૂ કરતા કહ્યું છે કે લોકો એવા પાન કાર્ડની જાણકારી આપી રહ્યા હતા જે નકલી દસ્તાવેજોના આધારે બનાવવામાં આવ્યા છે. રોહતગીએ જણાવ્યું છે કે એવા અનેક મામલાઓ સામે આવ્યા છે જેમાં એક વ્યક્તિ પાસે અનેક પેન કાર્ડ હતા. આ કાર્ડનો ઉપયોગ નકલી કંપનીઓના બ્લેકમનીના સેટલમેન્ટ માટે કરવામાં આવે છે.

નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે 27 માર્ચે થયેલી સુનાવણી દરમિયાન કહ્યું હતું કે જનહિત સ્કીમ માટે આધારકાર્ડ જરૂરી નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સરકાર પોતાની કલ્યાણકારી યોજનાઓનો લાભ દેવા માટે આધારને અનિવાર્ય ન બનાવી શકે. જોકે કોર્ટે એમ પણ સ્પષ્ટતા કરી છે કે આધારકાર્ડને પડકાર આપતી પિટીશન પર તરત સુનાવણી નહીં થઈ શકે કારણ કે આ અરજી મામલે નિર્ણય લેવા 7 જજોની એક ખંડપીઠની રચના કરવાની છે જે હાલમાં સંભવ નથી. આધાર સ્કીમ હાલમાં યુનીક ઓથોરિટી ઓફ ઇન્ડિયા (યુઆઇડીએઆઇ)ની દેખરેખમાં ચાલી રહી છે.

કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે 1 જુલાઈ, 2017થી ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાત તેમજ નવુ પેન કાર્ડ બનાવવા આધારકાર્ડ જરૂરી હતી. સરકારના આ નિયમ પ્રમાણે આધારનંબર વગર ભરવામાં આવેલું ઇન્કમ ટેક્સ રિટર્ન અવૈદ્ય ગણાશે. સરકારે છેલ્લા કેટલાક સમયથી જરૂરી સરકારી સેવાઓ માટે આધારકાર્ડ જરૂરી કરી દીધું છે.