making of ranveer starrer Film 83 kapil dev was initially against
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • તો આ કારણે ડરી ગયો હતો પૂર્વ કેપ્ટન કપિલ દેવ, ફિલ્મનું નામ સાંભળતા જ…

તો આ કારણે ડરી ગયો હતો પૂર્વ કેપ્ટન કપિલ દેવ, ફિલ્મનું નામ સાંભળતા જ…

 | 11:40 am IST
  • Share

ભારતના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવ kapil dev ફિલ્મ ’83’ બનાવવાના પક્ષમાં ન હતા. ટીમ ઈન્ડિયાને પહેલો વર્લ્ડ કપ (1983) મેળવનારા પૂર્વ કેપ્ટને ફિલ્મ સાથે જોડાયેલા પોતાના અનુભવો શેર કર્યા હતા. કપિલ દેવ અભિનેત્રી અને ટોક શોની હોસ્ટ નેહા ધૂપિયાના શો ‘નો ફિલ્ટર નેહા’ માં મહેમાન બનીને આવ્યો હતો.

ફિલ્મ 83માં રણવીર સિંહ કપિલ દેવની kapil dev ભૂમિકા ભજવતો જોવા મળશે, જ્યારે દીપિકા પાદુકોણ રોમીનું પાત્ર ભજવતી નજરે પડશે. 61 વર્ષના કપિલે કહ્યું કે જ્યારે તેને ખબર પડી કે દીપિકા અને રણવીર મોટા પડદા પર તેની લાઇફ સ્ટોરીની ભૂમિકા ભજવશે, ત્યારે તે ડરી ગયો.

કપિલ દેવે kapil dev કહ્યું, ‘હું થોડો ડરી ગયો હતો. મને લાગ્યું કે તે એક અભિનેતા છે. તમે રમતની નકલ કરી રહ્યાં છો. જ્યારે મેં તેની સાથે સમય પસાર કર્યો ત્યારે મને આશ્ચર્ય થયું કે તેણે તેના પર કેટલો સમય પસાર કર્યો છે. ગયા વર્ષે જૂન-જુલાઈમાં તેણે ક્રિકેટના મેદાન પર લગભગ આઠ કલાક વિતાવ્યા હતા અને મને ડર લાગ્યો હતો. હું એમ કહેવા માંગુ છું કે તે ખુબજ નાનો છે અને તેને નુકસાન ન થવું જોઈએ. હું તેની ચિંતા કરતો હતો.

કપિલે kapil devકહ્યું કે રણવીરે ranveer આ ફિલ્મમાં તેની ભૂમિકા નિભાવવા તેની સાથે કેવી રીતે તૈયારી કરી. તેણે કહ્યું, ‘તે સાત કે આઠ દિવસ મારી સાથે હતો. આ દરમિયાન, તેણે મારી સામે એક કેમેરો મૂક્યો અને મને પૂછ્યું કે હું કેવી રીતે વાત કરું છું, હું શું કરું છું અને હું કેવી રીતે ખાઉ-પીઉ છું.

શું રણવીરે ranveer ક્લાસિક નટરાજ શોટ કર્યો છે ..? જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે કપિલે કહ્યું, ‘મને લાગે છે કે તેણે ખૂબ જ મહેનત કરી છે. મારે હવે જોવાનું છે. મેં ફોટોગ્રાફ્સ અને અન્ય વસ્તુઓ વિશે ઘણું જોયું છે. આ કેમેરામેન અને આ લોકો સારા છે. હું તેમનાથી ખૂબ દૂર હતો. અમે કહાની રૂપે અમારો પક્ષ મુક્યો બીજું કંઇ નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન