actress sharmin sehgal crushes on kartik aryan want to go on coffee date
  • Home
  • Entertainment
  • Bollywood
  • કાર્તિક ભૂરો ચગી ગયો, વધુ એક હોટ હિરોઈને કહ્યું ‘આર્યન સાથે ડેટ પર જઈને એને નજીકથી…’

કાર્તિક ભૂરો ચગી ગયો, વધુ એક હોટ હિરોઈને કહ્યું ‘આર્યન સાથે ડેટ પર જઈને એને નજીકથી…’

 | 11:44 am IST

અત્યારે કાર્તિક આર્યનનાં દિવસો ચાલી રહ્યાં હોય એવું લાગે છે. હિરોઈનો પર હિરોઈનો તેને દિલ દેવા માટે રાજીનાં રેડ છે. એનું કારણ એની ફિલ્મ નહીં પણ પર્સનલ લાઈફ છે. જો કે હાલમાં તે કોઈ હિરોઈન સાથે રિલેશનશીપમાં નથી પણ હિરોઈનો તો તેને આશિક બનાવવા માટે એકદમ તૈયાર છે.

થોડા સમય પહેલા સારા અલી ખાન અને અનન્યા પાંડે સ્વીકારી ચૂકી કે કાર્તિક તેને સારો લાગે છે અને તેનો ક્રશ છે. સારાએ તો એવું પણ કહીં દીધું હતું કે મારે કાર્તિક જોડે કોફી ડેટ પર જવું છે. તો વળી અનન્યા સાથે પણ કાર્તિક ઘણી વખત જોવા મળી ચૂક્યો છે.

હવે શર્મિન સહગલનું દિલ પણ કાર્તિક આર્યન પર આવી ગયું. શર્મિનને કાર્તિક સાથે વધારે અને વધારે સમય વિતાવવો છે. એટલું જ નહીં તે તેને ખુબ નજીકથી જાણવા માંગે છે. ફિલ્મ મમાલથી હાલમાં જ ડેબ્યુ કરનારી આ હિરોઈન શર્મિનને એક સવાલ કરવામાં આવ્યો કે તમે એવી એક વાત કહો કે જે કાર્તિક આર્યનને પુછવા માંગતા હોય.

આ સવાલનો જવાબ આપતા શર્મિને કહ્યું કે, હું એને પુછીસ કે શું તમે મારી સાથે ડેટ પર આવશો કાર્તિક? ત્યારબાદ પુછ્યું કે શા માટે તે કાર્તિક સાથે ડેટ પર જવા માંગે છે. તો હિરોઈને કહ્યું કે હું એની સાથે સમય વિતાવવા માંગુ છું, વાત કરવા માંગુ છું અને એને નજીકથી જાણવા માંગુ છું. આવી વાતો સાંભળીને લાગે છે કે શર્મિનને ખરેખર કાર્તિક પર ક્રશ છે. જો કે કાર્તિકનું આ વાત પર કોઈ રિએક્શન હજું નથી આવ્યું.  જુઓ શર્મિનનાં કેટલાક ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન