malaika arora arjun kapoor enjoying vacation in maldives
  • Home
  • Entertainment
  • Bollywood
  • અર્જુન કપૂરે મલાઈકા સાથે પૂલમાં કરી મસ્તી, પછી કહ્યું એવું કે…

અર્જુન કપૂરે મલાઈકા સાથે પૂલમાં કરી મસ્તી, પછી કહ્યું એવું કે…

 | 7:03 pm IST
  • Share

  • બોલિવૂડનું હોટ કપલ મલાઈકા-અર્જુન હાલ માલદીવમાં

  • માલદીવમાં એન્જોય કરતા પૂલનો વીડિયો ચર્ચામાં આવ્યો

  • એકબીજા સાથે વિતાવી રહ્યા છે સારો સમય

બોલિવૂડના લવ બર્ડ્સ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર હાલમાં માલદીવમાં વેકેશનની મજા માણી રહ્યા છે, અહીં તેઓ એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યા છે. આ દરમિયાન અર્જુન કપૂરે મલાઈકા સાથે પૂલનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં બંને ખૂબ જ મજા કરી રહ્યાં છે.

પાણીમાં સાઈકલ ચલાવી રહ્યા છે મલાઈકા અને અર્જુન

અર્જુન કપૂરે શેર કરેલા વીડિયોમાં દેખાય છે કે મલાઈકા અરોરા અને અર્જુન કપૂર પૂલની અંદર સાઇકલ ચલાવી રહ્યાં છે. આ સાઇકલ એકસરસાઈઝની સાઇકલ છે, જેનો ઉપયોગ જીમમાં એકસરસાઈઝ કરવા માટે થાય છે. આ સાઇકલ પર સવાર થઈને આ બંને સ્ટાર્સ અલગ-અલગ એક્સરસાઇઝ કરી રહ્યા છે અને તેઓ એકસાથે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Arjun Kapoor (@arjunkapoor)

અર્જુન કપૂરે મલાઈકાને કહ્યું- ટફ માસ્ટર

અર્જુન કપૂરે આ વીડિયો તેના ઈન્સ્ટાગ્રામના ઓફિશિયલ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયો શેર કરતા અર્જુન કપૂરે કેપ્શનમાં લખ્યું- ‘જ્યારે તમારી ગર્લફ્રેન્ડ તમારા ટ્રેનર કરતા વધુ ટફ ટાસ્ક માસ્ટર હોય… હું વેકેશનમાં પણ એક્સરસાઇઝ કરી રહ્યો છું.’

અર્જુન કપૂર અને મલાઈકા અરોરા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. આ બંને ઘણીવાર સોશિયલ મીડિયા પર એકબીજા સાથે તસવીરો શેર કરે છે અને કેટલીકવાર તેઓ રેસ્ટોરાં અને પાર્ટીઓમાં સાથે જોવા મળે છે. પરંતુ આ બંનેની તસવીર જોઈને કહી શકાય છે કે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે અને સાથે એન્જોય કરે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો