malaika arora black high slit dress will steal your heart
  • Home
  • Featured
  • Photos: બ્લેક ડ્રેસમાં મલાઇકાનો જાદૂ, જોનારા બોલી ઉઠ્યાં અરે ભઈ વાહ

Photos: બ્લેક ડ્રેસમાં મલાઇકાનો જાદૂ, જોનારા બોલી ઉઠ્યાં અરે ભઈ વાહ

 | 7:41 am IST

મલાઇકા અરોરા બીટાઉનની એક એવી અભિનેત્રી જેની ફિલ્મો કરતાં તેની સ્ટાઇલ પાથરે છે જાદૂ. દર્શકો તેના આકર્ષક અંદાજની પ્રશંસા કરતા થાકતા નથી. સ્ટાઇલની વાત હોય કે પછી ફીટ રહેવાની વાત. આકર્ષણ જમાવતા કોઈ મલાઇકા પાસેથી શીખે. લાખો લોકોના દિલ પર રાજ કરનાર મલાઇકાને ડાન્સ કરવો ખુબજ ગમે છે.

મલાઈકા જ્યારે એક ટીવી શોના લોન્ચીંગમાં બ્લેક કલરના કપડા પહેરીને પહોંચી જોનારાના ઉડી ગયા હોશ. મલાઇકા આ કપડામાં કમાલની લાગી રહી હતી. ડ્રેસની ડિઝાઇન તેના ફિટ ફીગરને ફ્લોન્ટ કરી રહ્યું હતુ.

મલાઇકાનો ડ્રેસ બ્લેકલેસ હતો. બેક લેસ ડ્રેસના કેપ સ્લીવ્સ ડિઝાઇનથી ઢાંકી દેવામાં આવ્યા હતા. જે તેની સ્ટાઇલને વધારે સુંદર બનાવી રહ્યા હતા.

ડ્રેસની સાથે સ્ટ્રેપ હાઈ હીલ્સ લેગ્સને વધારે સેક્સી લુક આપી રહ્યા હતા. મલાઈકાએ આ વુક સાથે સ્ટ્રેટ લુકને સ્ટાઇલ કર્યો હતો. મેકઅપ માટે ન્યુડ ટોન પસંદ કર્યો હતો.

આ ઇવેન્ટમાં ગીતા કપૂર અને ટેરેન્સ લેવિસ પણ હાજર રહ્યા હતા. આ ત્રણેયની જોડી ડાન્સ શોને જજ કરવા માટે આવી છે. ત્રણેય ડાન્સની અલગ અલગ સ્ટાઇલમાં માહિર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન