Malaika Arora Comments viral on Actor Arjun Kapoor New Photos
  • Home
  • Entertainment
  • Bollywood
  • અર્જુનના ફોટો પર મલાઈકાની કમેન્ટ થઈ વાયરલ, એક્ટરે પણ આપ્યો આવો જવાબ

અર્જુનના ફોટો પર મલાઈકાની કમેન્ટ થઈ વાયરલ, એક્ટરે પણ આપ્યો આવો જવાબ

 | 7:06 pm IST

બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર હાલ તેની ફિલ્મ ‘ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ’ને લઈ ચર્ચામાં છે. અર્જુન કપૂરની આ ફિલ્મના ટ્રેલરને ફેન્સ અને સેલિબ્રિટિઝનો સારો પ્રતિસાદ મળ્યો છે. જ્યારે મુંબઈ ખાતે આ ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવી હતી. ફિલ્મ જોયા બાદ સ્ટાર્સે ફિલ્મના વખાણ કર્યા હતા. આ વચ્ચે હવે અર્જુન કપૂર અને મલાઈકા અરોરા એકવાર ફરી ચર્ચામાં આવ્યા છે.

View this post on Instagram

Crouching tiger, hidden Arjun.

A post shared by Arjun Kapoor (@arjunkapoor) on

તમને જણાવી દઈએ કે અર્જુન કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ પર તેની એક તસવીર પોસ્ટ કરી છે. જેના પર મલાઈકાની કમેન્ટ વાયરલ થઈ છે. અર્જુન કપૂરે તેના નવા ફોટોશૂટની એક તસવીર ફેન્સ સાથે શેર કરી અને લખ્યું કે,‘બેઠેલો વાઘ અને છુપાયેલ અર્જુન’. અર્જુનની આ તસવીરને લાઇક કરતા મલાઈકાએ લખ્યું કે સારી ફોટો. અર્જુન તેની આ ફોટોમાં ખૂબજ કૂલ દેખાઈ રહ્યો છે. મલાઈકાના કમેન્ટ પર જવાબ આપતા અર્જુને કમેન્ટમાં લખ્યું કે સારું. મલાઈકાના કમેન્ટની ખાસ વાત એ છે કે તેને ફોટો પર હાર્ટ આઈ વાળી બિલાડીની ઇમોજી પોસ્ટ કરી છે.

ઉલ્લેખનીય છે કે આ બન્ને એક્ટર્સ ઘણા સમયથી રિલેશનશિપને લઈ ચર્ચામાં છે. હાલ અર્જુન કપૂર ‘ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. જે 24મી મેના રોજ રિલીઝ થવાની છે. સોમવારે રાત્રે ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવી હતી. જેમાં મનોજ વાજપેયી, રાધિકા મદન, રાજકુમાર રાવ, પન્નલેખા, શશાંક ખેતાન, ઇશાન ખટ્ટર, સોફી ચૌધરી, અનિલ કપૂર, અનુપમ ખેર સહિત કેટલાક સિતારા નજરે આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન