Malaika Arora dances to the tune of 'Ram Chahe Leela', watch VIDEO
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • મલાઈકા અરોરાએ ‘રામ ચાહે લીલા’ સોન્ગ ઉપર કર્યો ધમાકેદાર ડાંસ, જુઓ VIDEO

મલાઈકા અરોરાએ ‘રામ ચાહે લીલા’ સોન્ગ ઉપર કર્યો ધમાકેદાર ડાંસ, જુઓ VIDEO

 | 4:15 pm IST

બોલિવૂડની સ્ટાઈલ ક્વીન અભિનેત્રી મલાઈકા અરોરા ખૂબ જ સુંદર ડાન્સર છે. તે દરેક વખતે પોતાના અભિનયથી આ સાબિત કરે છે. તાજેતરમાં જ અભિનેત્રી મલાઇકા અરોરાનો એક જૂનો વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પ્રિયંકા ચોપડાનું ‘રામ ચાહે લીલા’ ગીત ઉપર સ્ટેજ પર આગ લગાવી દીધી છે. વીડિયોમાં મલાઇકા ડાન્સર વર્તિકા ઝા સાથે ડાન્સ કરી રહી છે.

.
મલાઇકા અરોરાનો આ જૂનો વીડિયો ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’ ના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો છે. મલાઇકા અરોરાના આ ડાન્સ વીડિયો પર ચાહકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અને તેનો પ્રતિસાદ આપી રહ્યા છે. જણાવી દઈએ કે તાજેતરમાં મલાઈકા અરોરાને કોરોના વાયરસ હોવાનું જાણવા મળ્યું છે. જોકે તેની તબિયત સારી છે. તેણે આ અંગેની માહિતી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને આપી છે. પોતાની પોસ્ટમાં અભિનેત્રીએ જણાવ્યું હતું કે તે ડોક્ટરની સૂચના પ્રમાણે ઘરે કોરોન્ટાઈન છે અને તમામ સૂચનાઓનું પાલન પણ કરી રહી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન