Malaika Arora GYM Video Goes Viral on Social Media
  • Home
  • Videos
  • Featured Videos
  • બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરાનો આ GYM વીડિયો જોઈ તમારી આંખો પણ થઈ જશે પહોળી

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરાનો આ GYM વીડિયો જોઈ તમારી આંખો પણ થઈ જશે પહોળી

 | 5:23 pm IST

વધતી ઉંમરમાં પોતાને કેવી રીતે જુવાન રાખવા એનો રાજ બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા યોગ્ય રીતે જાણે છે. 44 વર્ષની ઉંમર પાર કરી ચૂકેલી મલાઈકા અરોરા આજે પણ 20-25 વર્ષની હિરોઈનોને ટક્કર આપે છે. મલાઈકાના ફિટનેસ અને સુંદરતાના વખાણ માત્ર તેના ફેન્સ નહીં પરંતુ સંપૂર્ણ બોલિવૂડ કરે છે. પોતાને ફિટ રાખવા માટે મલાઈકા અરોરા કલાકો સુધી જીમમાં પસીનો પણ પાડે છે.

જોકે મલાઈકા અરોરાની ફેન ફોલોવિંગ સોશિયલ મીડિયા પર પણ જબરદસ્ત છે. તેથી તેઓ સતત તેના વર્કઆઉટના વીડિયો ઇન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે શેર કરે છે. તાજેતરમાં મલાઈકાએ તેના વર્કઆઉટનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. જે ફેન્સ વચ્ચે ધૂમ મચાવી રહ્યો છે. આ વર્કઆઉટનો વીડિયો માત્ર 4 કલાક પહેલા જ પોસ્ટ કરવામાં આવ્યો છે અને લખાય ત્યાં સુધી લગભગ 5 લાખથી વધુ લોકોએ આ વીડિયો જોયો છે. મલાઈકા એક્સરસાઇઝ કરતા પહેલા તેની પ્રેક્ટિસ કરે છે અને પછી તેઓ કોઈ પણ હાર્ડ એક્સરસાઇઝ છે. મલાઈકા હાલ અર્જુન કપૂર સાથે અફેરના સમાચારના કારણે પણ ચર્ચામાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન