malaika arora photo shoot people shocking comments
  • Home
  • Featured
  • Photos: મલાઈકા અરોરાએ કરાવ્યુ એવુ ફોટોશુટ, ચારેકોર તેની જ થઈ રહી છે ચર્ચા

Photos: મલાઈકા અરોરાએ કરાવ્યુ એવુ ફોટોશુટ, ચારેકોર તેની જ થઈ રહી છે ચર્ચા

 | 7:54 am IST

મલાઈકા અરોરા બોલિવુડની એ એકટ્રેસ છે જે ફિલ્મોથી દૂર હોવા છતાં સતત ચર્ચામાં છવાયેલી રહે છે. પોતાના જીમ લુકને લઈને લઈને તેમજ હાલ અર્જુન કપૂર સાથે અફેરને લઈને લાઈમલાઇટમાં છવાયેલી રહે છે. મલાઈકા પોતાનું હાલનું લેટેસ્ટ ફોટોશુટ કરાવીને ચર્ચામાં છે.

મલાઈકાએ હાલમાં એક ફોટોશુટ કરાવ્યું જેમાં તેણે વ્હાઇટ કલરનો ડ્રેસ પહેર્યો છે. આ ડ્રેસમાં મલાઇકા ખુબજ હોટ લાગી રહી છે. પ્રશંસકો મલાઇકાની ભરપુર પ્રશંસા કરી રહ્યા છે. કોઈએ તેને બ્યુટી ક્વીન કહ્યુ તો કોઈએ લગ્નની પ્રપોઝ કરી દીધી.

જો કે કેટલાક પ્રશંસકો એવા પણ છે જેણે મલાઇકાના સ્લીમ લુકને જોઈને ચીંતા કરી અને નેગેટિવ કમેન્ટ પણ કર્યા. કોઈએ દાદી કહ્યુ તો કોઈએ બુઠ્ઠી ઓરત. જોકે મલાઈકા ખુબજ હોટ અને સુંદર લાગી રહી છે જેમાં શંકા નથી. 46 વર્ષે પણ તે ભલભલી અભિનેત્રીને ટક્કર આપી રહી છે.

આ પહેલી વખત નથી કે મલાઇકાને લઇને નેગેટિવ કમેન્ટ્સ આવે છે. ટ્રોલર્સ અને આલોચકોની તેના પર કોઈ અસર થતી નથી કલાકાર હોય કે સેલિબ્રિટી આ તમામ વસ્તુઓથી ટેવાયેલ હોવુ જરૂરી છે. હાલ તો આ તમામ વચ્ચે મલાઈકા તેની પર્સનલ લાઈફને ભરપુર માણી રહી છે. અર્જુન કપૂરને લઈને તે સ્પષ્ટ છે. આ કપલ ક્યારે લગ્ન કરશે બસ તેજ ચર્ચા રહે છે સોશિયલ મીડિયા પર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન