Malaika Arora Said She Want to Do Insurance of Her This Body Parts
  • Home
  • Featured
  • Photos: 44 વર્ષની મલાઇકા પોતાની બૉડીનાં આ પાર્ટનો ઇન્શ્યોરન્સ કરાવવા ઇચ્છે છે!

Photos: 44 વર્ષની મલાઇકા પોતાની બૉડીનાં આ પાર્ટનો ઇન્શ્યોરન્સ કરાવવા ઇચ્છે છે!

 | 12:00 pm IST

બોલીવુડ અભિનેત્રી મલાઇકા અરોરા પોતાની હૉટ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે, પરંતુ આ વખતે તે તસવીરોને કારણે નહીં, પરંતુ પોતાના એક નિવેદનને કારણે ચર્ચામાં છે. મલાઇકા એક ટૉક શૉ ‘ફીટ અપ વિથ સ્ટાર્સ’માં જોવા મળશે. આ શૉનો પ્રોમો સામે આવ્યો છે જેમાં મલાઇકા અરોરા જણાવે છે કે તે પોતાની બૉડીનાં કયા પાર્ટનો ઇન્શ્યોરન્સ કરાવવા ઇચ્છે છે.

આ પણ વાંચો: મલાઇકા અરોરાએ અર્જુન કપૂરને ડેટ કરવાને લઇને પહેલીવાર કર્યો ખુલાસો

આ પણ વાંચો: અનેક વિવાદો વચ્ચે ફરી એક સાથે જોવા મળ્યા મલાઇકા અરોરા અને અર્જુન કપૂર

મલાઇકાને આ ટૉક શૉમાં પુછવામાં આવ્યું કે તે પોતાનાં શરીરનાં કયા ભાગનો ઇન્શ્યોરન્સ કરાવવા ઇચ્છશે? આ ઉપરાંત મલાઇકાને પુછવામાં આવ્યું કે શું તેણે ક્યારેય કોઇને ડેટ કર્યું છે? આ પ્રશ્નનો મલાઇકાએ સીધો જવાબ આપતા કહ્યું કે, “હું આ બધા માટે તદ્દન નવી છું. મે ક્યારેય ડેટિંગ નથી કરી. મે જે વ્યક્તિ સાથે ડેટ કર્યું તેની સાથે જ લગ્ન કર્યા હતા.”

આ પણ વાંચો: તલાક બાદ મલાઇકાએ એવો નિર્ણય લીધો કે સલમાન-અરબાઝ થશે લાલઘૂમ!

તો પોતાના શરીરનાં કયા ભાગનો ઇન્શ્યોરન્સ કરાવવા ઇચ્છશે? તેના જવાબમાં મલાઇકાએ કહ્યું કે તે પોતાના બટનો ઇન્શ્યોરન્સ કરાવવા ઇચ્છશે. ઉલ્લેખનીય છે કે આ શૉ સેલિબ્રિટી સ્ટાઇલિસ્ટ અનાઇતા શ્રોફ અડજાનિયા હૉસ્ટ કરે છે. મલાઇકાએ અરબાઝ ખાન સાથે 2017માં તલાક લીધા હતા. બંનેને એક દીકરો પણ છે જેનું નામ અરહાન ખાન છે. આ ટૉક શૉમાં મલાઇકાનાં દીકરાની પણ વાત થઈ હતી. 44 વર્ષની મલાઇકા સુંદરતાનાં મામલે આજની હીરોઇન્સને પણ ટક્કર આપે છે.