spotted in a white kurti in Mumbai malaika arora see her photos
  • Home
  • Featured
  • Photos: સફેદ કપડાંમાં ખુબજ સુંદર લાગતી હતી મલાઈકા અરોરા, જુઓ તેનો આ ખાસ અંદાજ

Photos: સફેદ કપડાંમાં ખુબજ સુંદર લાગતી હતી મલાઈકા અરોરા, જુઓ તેનો આ ખાસ અંદાજ

 | 6:15 pm IST

બોલીવુડમાં પોતાની ખુબસુરતીના કારણે જાણીતી અભિનેત્રી મલાઈકા અરોરા આજકાલ તેની અંગત જિંદગીને લઈને પણ એટલી જ ચર્ચામાં છે. મલાઈકા આજકાલ તેનાથી નાની ઉંમરના અર્જુન કપૂર સાથે હોવાથી સોશિયલ મીડિયામાં ભારે ચર્ચામાં છે.

મલાઈકાએ અરબાઝ ખાન સાથે 12 ડિસેમ્બર 1998માં લગ્ન કર્યા હતા. 11 મે 2017માં આ કપલે છુટાછેડા લીધા હતા. 17 વર્ષના લગ્નજીવનનો અંત આણ્યો હતો. આ કપલને અરહાન નામનો 15 વર્ષનો પુત્ર પણ છે. અરબાઝ અને મલાઈકા પોત પોતાના રસ્તે આગળ વધી ચુક્યા છે. અરબાઝને પણ એક ગર્લ ફ્રેન્ડ છે જેનુ નામ જ્યોર્જીયા એન્ડ્રોયના છે.

શરૂઆતમાં જ્યારે મલાઈકા અને અર્જુનનો સંબંધ સામે આવ્યો ત્યારે ક્યાંક તેનો વિરાધ થયો તો ક્યારેક આ સંબંધ કેટલો ચાલશે તે અંગે અટકળો કરી હતી. માલઈકાએ હાલતો ફરી લગ્ન કરવાની વાત અંગે કહ્યુ છે કે અમે અમારી રિલેશનને લઈને ખુબજ સિરિયસ છીએ. જોકે લગ્ન માટે મારે હજુ થોડો સમય રાહ જોવી છે.

મલાઈકા પોતાની એક અલગ ઇમેજ ધરાવે છે બોલીવુડમાં આઈટમ સોંગ કરવા તેને ગમે છે. તેની ફિટનેસ જોતા સૌ કોઈ જોતા જ રહી જાય તેવુ છે. સલમાન ખાનની ભાભી હોવાથી અને ફરી એક વાર બોની કપૂરના પુત્રની પ્રેમિકા હોવાના કારણે ચર્ચામાં રહે તે સ્વાભાવિક છે. આ ખુબસુરત અભિનેત્રીને સોશિયલ મીડિયા પર અવાર નવાર પોતાના ફોટાઓ શેર કરતી રહે છે. મલાઈકા અરોરા એક સફળ મોડલ પણ રહી ચુકી છે. કહેવાય છે કે બ્યુટી વિથ બ્રેન બહુ ઓછા લોકોમાં સાથે જોવા મળે. મલાઈકા આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

કરીના કપૂર અને કરીશ્મા કપૂર તેમજ તેની નાની બહેન અમૃતા સાથે તેઓની એક ગર્લ ગેંગ પણ છે જે તમને અવાર નવાર પાર્ટીઓ મસ્તી કરતી જોવા મળશે. મલાઈકાને મુંબઈમાં સફેદ કપડામાં એક પરી જેવા શોભતા હતા. પ્રશંસકોને તેનો આ લાક્ષણિક અંદાજ ખુબજ પસંદ પડી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન