Malaika Arora spotted in Mr. India T Shirt with Sridevi Picture
  • Home
  • Featured
  • મલાઈકાનો ટીશર્ટ ડ્રેસ લુક થયો વાયરલ, શ્રીદેવી સાથે છે કનેક્શન

મલાઈકાનો ટીશર્ટ ડ્રેસ લુક થયો વાયરલ, શ્રીદેવી સાથે છે કનેક્શન

 | 5:53 pm IST

બોલિવુડ એક્ટ્રેસ મલાઈકા અરોડા તેના જોરદાર ફેશન સેંસના કારણે ઈન્ડસ્ટ્રીમાં ઘણી ઓળખાય છે. મલાઈકાનો કૂલ અંદાજ અને ફિટનેસ વીડિયો હમેશા ચર્ચામાં રહે છે. પરંતુ મંગળવારે સાંજે મલાઈકાનો ટીશર્ટ ડ્રેસ લુક સામે આવતા જ વાયરલ થયો છે. આનું મુખ્ય કારણ હતું ટીશર્ટ પર બનેલી ખાસ તસવીર.

તમને બતાવી દઈએ કે મલાઈકાએ સોનમ કપૂર અને રિયા કપૂરના બ્રાન્ડની ટીશર્ટ પહેરી હતી. ગ્રે કલરની આ ટીશર્ટ પર શ્રીદેવીની તસવીર બનેલી હતી અને મિસ્ટર ઈન્ડિયા લખેલું હતું. પરંતુ ખાસ વાત એ છે હતી કે આ ટીશર્ટ પર અનિલ કપૂર નહીં પરંતુ દિવંગત અભિનેત્રી શ્રીદેવીના મિસ્ટર ઈન્ડિયાના ગેટઅપવાળી તસવીર હતી. મલાઈકાએ તેના ડ્રેસએપ સાથે સ્લીપર પહેર્યા હતા. સંપૂર્ણ લૂકને રેડ લિપસ્ટિકથી કમ્પલીટ કર્યું હતું. ખાસ વાત એ છે કે મલાઈકાના આ ડ્રેસઅપને કપૂર ફેમિલી સાથે જોડવામાં આવી રહ્યું છે. કારણ કે હાલ મલાઈકા અને અર્જુન કપૂરના રિલેશનની ખબરો ઘણી ચર્ચામાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન