malaika arora was spotted managing driver logistics video
  • Home
  • Entertainment
  • Bollywood
  • મલાઈકાએ ડ્રાઈવર સાથે કર્યું વાહિયાત વર્તન, ફેન્સએ કાનના પડદા ફાડી નાખનારી ટિપ્પણી કરી

મલાઈકાએ ડ્રાઈવર સાથે કર્યું વાહિયાત વર્તન, ફેન્સએ કાનના પડદા ફાડી નાખનારી ટિપ્પણી કરી

 | 9:06 am IST

મલાઇકા અરોરા અર્જુન કપૂર સાથેના સંબંધો અને તેના ડ્રેસિંગને લઈ હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. વેસ્ટર્ન ડ્રેસ હોય કે ઇન્ડિયન ટ્રેડિશનલ ડ્રેસ, મલાઈકા તેને ખૂબ સારી રીતે પહેરે છે. તે આમ તો હસતાં હસતાં જ જોવા મળે છે પરંતુ મલાઈકાના એરપોર્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મલાઈકા ગુસ્સાથી ફોન પર વાત કરી રહી છે.

વાયરલ થતા વીડિયોમાં મલાઈકા તેની બહેન અમૃતા સાથે છે. આ વીડિયો મુજબ મલાઇકા અને અમૃતા અરોરા જેસલમેરથી પરત ફરી રહી છે અને એરપોર્ટની બહાર ડ્રાઈવરની રાહ જોઈ રહી છે. વીડિયોમાં તે ફોન પર ડ્રાઇવર સાથે ગુસ્સામાં વાતો કરતી જોવા મળી રહી છે.

વીડિયો મુજબ મલાઇકા કહે છે- “અમે ત્યાં નહીં આવી શકીએ. તમે અહીં આવો. અહીં એક ટ્રોલી લઇને આવ. આ વીડિયો વાયરલ થયા પછી લોકોએ મલાઈકા પર ટિપ્પણી કરી છે. એક યુઝરે લખ્યું છે – દેવી મલાઈકા માટે એક અલગથી એન્ટ્રી હોવી જોઈએ.

તો બીજા એક યુઝરે લખ્યું કે, શું કોઈ મને જણાવશે કે અશ્લીલ આઈટમ કરવા સિવાય બોલિવૂડમાં આનું કામ શું છે? આ હંમેશા ખબરોમાં શા માટે રહે છે? રાષ્ટ્ર માટે એનું શું યોગદાન છે. વિવાહિત મહિલાઓ માટે આ એક ખરાબ મિશાલ છે. ઉલ્લેખનીય છે કે, મલાઈકા અને અર્જુન કપૂર હાલમાં લગ્નને લઈ ચર્ચામાં છે.

આ વીડિયો પણ જુઓ: એલઆરડી મહિલા અનામત અંગે મોટા સમાચાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન